Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

સિટી પોલીસે કોસંબા ગામે મહિલા બુટલેગરના ઘરમાંથી રૂ. 27,450નો દારૂનો જથ્થો પકડી પાડ્યો

વલસાડ એસપી ડો રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ દારૂની બદી દુર કરવા સિટી પીઆઇ વી. ડી. મોરીએ શરૂ કરેલા અભિયાનમાં કોન્સ્ટેબલ રાજકુમાર ઉપાધ્યાયની બાતમીના પગલે મહિલા પીએસઆઇ એસ. કે. વસાવા, હેડ કોન્સ્ટેબલ ઇશ્વરભાઇ, કોન્સ્ટેબલ કિરીટસિંહ, હરદિપસિંહ અને ઘનશ્યામસિંહે દરોડો પાડ્યો

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ શહેરમાં દારૂના વેચાણ બંધ કરવા સિટી પોલીસે હાથ ધરેલા અભિયાન અંતર્ગત કોસંબા ગામે એક ઘરમાં દરોડો પાડી રૂ. 27450નો દારૂ પકડી પાડ્યો હતો. વલસાડ એસપી રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ દારૂની બદી દુર કરવા સિટી પીઆઇ વી. ડી. મોરીએ શરૂ કરેલા અભિયાનમાં કોન્સ્ટેબલ રાજકુમાર ઉપાધ્યાયની બાતમીના પગલે મહિલા પીએસઆઇ એસ. કે. વસાવા, હેડ કોન્સ્ટેબલ ઇશ્વરભાઇ, કોન્સ્ટેબલ કિરીટસિંહ, હરદિપસિંહ અને ઘનશ્યામસિંહે મળી કોસંબા ગામે દિવાદાંડી જલારામ સ્ટ્રીટ ખોડિયાર મંદિર સામે રહેતા મયુરીબેન સચીનકુમાર ટંડેલના ઘરે દરોડો પાડ્યો હતો. તેમના ઘરમાંથી તેમણે રૂ. 27,450ની કિંમતની દારૂની 180 બોટલો પકડી પાડી હતી. જોકે, દારૂ વેંચનારી મયુરીબેન નહી મળતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી હતી.

(1:16 pm IST)