Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

કોરોના ઇફેકટઃ જેઇઇ મેઇન પરીક્ષા આપવા માટે ધો.૧ર પાસ હોવુ જરૂરીઃ એનટીએ

અમદાવાદ, તા., ૧૦: કોરોના મહામારીની અસર તમામ ક્ષેત્રે જોવા મળી રહી છે. ત્યારે હવે જેઇઇ મેઇન પરીક્ષા આપવા માટે નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ થોડાક જરૂરી સુધારાઓ કર્યા છે. જેમાં જેઇઇ- મેઇન પરીક્ષા આપવા માટે ફકત ધો.૧ર પાસ હોવું જરૂરી ગણાવ્યું છે.

કોરોના મહામારીને કારણે નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ ર૦ર૧-રરના શૈક્ષણીક વર્ષ માટે જેઇઇ-મેઇન આપવા માટેની લઘુતમ લાયકાત ધો.૧ર માં ૭પ ટકા હતી તેને દુર કરીને હવે માત્ર ધો.૧ર પાસ કરી છે. આ વર્ષે મોટી સંખ્યામાં ધો.૧ર પાસ વિદ્યાર્થીઓ ઇચ્છે તો જેઇઇ-મેઇન આપી શકશે. આ માટે ઓલ ઇન્ડીયા કાઉન્સીલ ફોર ટેકનીકલ એન્ડકેશન જયાં સુધી સતાવાર નોટીફીકેશન જાહેર નહી કરે ત્યાં સુધી અન્ય ઇજનેરી કોલેજોને આ લાભ મળશે નહી.

નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ તાજેતરમાં પબ્લીક નોટીસ જાહેર કરીને જણાવ્યું છે કે જેઇઇ-મેઇન આપવા માટે લાયકાત હવે માત્ર ધો.૧ર રહેશે.

(3:21 pm IST)