Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

ર લાખ કાર્યકરોએ ભાજપની ટીકીટ માંગીઃ ૯૦૦૦ને મળીઃ પંચાયતોના ઉમેદવારોની જાહેરાત તુર્તમાં

પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખ સી. આર. પાટીલ પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે. બાજુમાં મહામંત્રીઓ વિનોદ ચાવડા, અને પ્રદીપસિંહ વાઘેલા ઉપસ્થિત છે.

રાજકોટ તા. ૧૦ :.. પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી સી. આર. પાટીલ આજે ગાંધીનગર પ્રદેશ કાર્યાલય ખાતે નગરપાલિકાઓ અને પંચાયતોના ઉમેદવાર પસંદગી અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી.

શ્રી સી. આર. પાટીલે જણાવેલ કે ર૩૧ તાલુકા પંચાયતોની ૪૭૭૪, તથા ૩૧ જિલ્લા પંચાયતોની ૯૮૧ બેઠકો માટે સેન્સ લઇ લોકશાહી ઢબે ઉમેદવાર પસંદ કરવામાં આવ્યા છે. ૬ર નગરપાલીકાઓની ર૭ર૦ અને ૬ કોર્પોરેશનોની પ૭૬ બેઠકો માટે ઉમેદવાર પસંદ કરાયેલ છે. ચારેય શ્રેણીમાં કુલ ર લાખ જેટલા કાર્યકરોએ ટીકીટ માંગેલ જેમાંથી ૯૦પ૦ કાર્યકરોને ટીકીટ આપી શકયા છીએ. ટીકીટની સંખ્યાની મર્યાદા અને નિયત માપદંડના કારણે બધાને ટીકીટ આપી શકાયેલ નથી.

(3:44 pm IST)