Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

ગહેના વશિષ્‍ઠ પોર્ન કેસના તાર સુરત સુધી લંબાયાઃ તનવીર હાશ્‍મી નામના સુરતના શખ્‍સની ધરપકડ

સુરત/મુંબઇઃ ગંદી બાત ટીવી સીરિઝની અભિનેત્રી ગહેના વશિષ્ઠ પોર્ન રેકેટના તાર સુરત સુધી પહોંચ્યા. જેમાં મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે 40 વર્ષીય તનવીર હાશ્મી નામના એક સુરતી શખસની ધરપકડ કરવામાં આવી છે. સી ગ્રેડનો આ એકટર પહેલાં મોડેલ તરીકે કામ કરી ચૂક્યો હતો. તેના પર ગહેનાના વીડિયો અપલોડ કરવાનો આરોપ છે.

સુરતથી પકડાયેલા 40 વર્ષીય તનવીર હાશમીએ રોશન તનેજા સ્કૂલ ઓફ એક્ટિંગમાંથી અભ્યાસ કર્યો હતો અને 2000થી સી ગ્રેડની ફિલ્મોમાં કામ કરવાની શરૂઆત કરી હતી. તેણે ઝખ્મી નાગિન (2004), ધ રિયલ ડ્રીમ ગર્લ (2005), ગરમ (2205), રેડ લાઇડ (2006), કુંવારા પેઇંગ ગેસ્ટ (2007) જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

ગહેના વશિષ્ઠની રવિવારે ધરપકડ કરાઇ

અગાઉ ગહેના વશિષ્ઠની 7 ફેબ્રુઆરીએ પોર્ન ફિલ્મો બનાવવાના આરોપમાં ધરપકડ થઇ હતી. ક્રાઇમ બ્રાન્ચે ત્યાર બાદ તપાસ શરૂ કરતા રેલો સુરત સુધી પહોંચ્યો હતો. તનવીર હાશ્મીને મુંબઇની કિલ્લા કોર્ટ (ACMM court)માં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ તનવીર વિવિધ OTT એપ્સ પર પોર્ન ફિલ્મો ડાઉનલોડ કરતો હતો. અત્યાર સુધી આ રેકેટમાં 9મી ધરપકડ કરવામાં આવી છે.

અભિનેત્રી ગહેના વશિષ્ઠ પર ઓનલાઇન પોર્નોગ્રાફી રેકેટ ચલાવવાનો આરોપ છે. કોર્ટે તેને બુધવાર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવી છે.

તનવીરે એકટિંગ ઉપરાંત અશ્લીલ ફ્લિમોનું નિર્માણ પણ કર્યું

2011માં તેણે ફિલ્મ ચાર્જશીટના આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતું. 2012માં કી ક્લબ ફ્લિમમાં તે નિર્માતા હતો. 2019થી તેણે અશ્લીલ ફિલ્મો બનાવવાની શરૂઆત કરી હતી. જેમાં પોતાની જીની ફ્રેન્ડ સપના સાથે અપની સપના ભાભી નામની સેમી પોર્ન વેબસીરિઝ બનાવી હતી.

પ્રથમ FIR ગત વર્ષ નોંધાઇ હતી

પોલીસ હવે અન્ય પ્રોડક્શન હાઉસની કેટલીક અભિનેત્રીઓ, મોડેલ અને સાઇડ અભિનેત્રીઓની ભૂમિકા અંગે પણ તપાસ કરી રહી છે. આ કેસમાં પ્રથમ FIR ગત વર્ષે દાખલ કરવામાં આવી હતી. જેના આધારે મુંબઇના સીનિયર ઇન્સપેક્ટર કેદારી પવાર અને લક્ષ્મીકાંત સાલુખેએ રવિવારે મલાડના મડ આઇલેન્ડમાં દરોડો પાડ્યો હતો.

ગહેના સહિત એક મોટી કંપનીમાં મેનેજિંગ ડાયરેક્ટર ઉમેશ કામત અને Hothit Movies એપના સંચાલક શાન બેનર્જી ઉર્ફે દિવાંકર ખાસનવીસની ધરપકડ કરાઇ હતી.

બે અભિનેતા, મહિલા ફોટોગ્રાફર પણ સકંજામાં

આ મામલે બે પુરૂષ અભિનેતાઓ, એક લાઇટમેન, એક મહિલા ફોટોગ્રાફર અને એક ગ્રાફિક ડિઝાઇનરની પણ ધરપકડ કરાઇ છે. સોમવારે આ કેસમાં ઝારખંડની યુવતીની ફરિયાદના આધારે માલવણી પોલીસ સ્ટેશનમાં વધુ એક FIR દાખલ કરાઇ છે.

પોલીસે દરોડામાં કેમેરા સહિતનો શૂટિંગનો સામાન તેમજ વીડિયો ફૂટેજ ધરાવતા મેમરી કાર્ડ અને સંવાદો લખેલા દસ્તાવેજ જપ્ત કર્યા છે. ગહેના સાથે જોડાયેલી અન્ય અભિનેત્રીઓ, સાઇડ અભિનેત્રીઓ અને મોડેલ પર શંકા હેઠળ હોવાથી પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.

ગહેના વશિષ્ઠ પૂર્વ મિસ એશિયા બિકિની

ગહેના વશિષ્ઠ મિસ એશિયા બિકિનીનો ખિતાબ જીતી ચૂકી છે. તેણે 87થી વધુ પોર્ન અને અશ્લીલ વીડિયો શૂટ કરી વેબસાઇટ અને એપ્લિકેશન પર અપલોડ કર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ગહેનાએ હિન્દી અને તેલુગુ ફિલ્મો તેમજ કેટલીક જાહેરાતોમાં કામ કર્યુ છે.

પોલીસના આરોપો મુજબ ગહેનાએ અશ્લીલ વીડિયો શૂટ કર્યા હતા અને તેને પોતાની વેબસાઇટ અને એપ્લિકેશન પર અપલોડ કર્યા હતા. આ વીડિયોને જોવા માટે સબસ્ક્રિપ્શન લેવામાં આવતું હતું અને વપરાશકર્તાઓ દ્વારા રૂપિયા બે હજાર રૂપિયાની ચૂકવણી કરવી પડતી હતી.

(4:57 pm IST)