Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાની ભેટાવાડા પ્રાથમિક શાળામાં શિક્ષકના ક્રીડિત તેમજ ડેબિટ કાર્ડ સાથે છેતરપિંડી આચરનાર નરાધમની ધરપકડ

અમદાવાદ:જીલ્લાના ધોળકા તાલુકાની ભેટાવાડા પ્રાથમિક શાળાના શિક્ષક સાથે બેંકના અધિકારી તરીકે ફોન કરી ક્રેડીટ તેમજ ડેબીટ કાર્ડ વેરીફાઈ કરવાના નામે છેતરપીંડીનો બનાવ બન્યો હતો.

જે અંગે ભોગ બનનાર શિક્ષકે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેના ભાગરૂપે સાયબર ક્રાઈમના અધિકારીઓ તથા સ્ટાફે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતાં આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધોળકાના ભેટાવાળા પ્રાથમિક શાળાના શિક્ષક બચુભાઈ મણીલાલ ગોહેલને થોડા દિવસો પહેલા બેંકના અધિકારીની ઓળખ આપી ફોન દ્વારા એટીએમ, ક્રેડીટ કાર્ડ, ડેબીટ કાર્ડ વેરીફાઈ કરવાનું જણાવી તેમજ લોટરીની લાલચ આપી છેતરપીંડીનો બનાવ બન્યો હતો જે અંગે ભોગ બનનાર શિક્ષકે સાયબર ક્રાઈમ પોલીસ મથકે જાણ કરતાં સાયબર ક્રાઈમના અધિકારીઓ અને પોલીસે અમદાવાદ શાહિબાગ વિસ્તારમાં રહેતાં આરોપી મીલીનભાઈ અલ્પેશભાઈ ચોકસીને ઝડપી પાડયો હતો અને વધુ પુછપરછ દરમ્યાન ક્રેડીટ કાર્ડ ફ્રોડના અન્ય ચાર ગુન્હાઓ મળી કુલ પાંચ ગુન્હાની કબુલાત કરી હતી અને રૂા.૮,૫૩,૫૧૦ની છેતરપીંડી થઈ હોવાનું બહાર આવ્યું હતું આથી પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

(5:13 pm IST)