Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

આણંદ તાલુકાના મોગર ગામની સીમમાં રાત્રીના સુમારે ટેમ્પાની પાછળ અન્ય ટેમ્પો અથડાતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બેના ઘટનાસ્થળે મોત

આણંદ:તાલુકાના મોગર ગામની સીમમાં ગતરાત્રિના સુમારે એક આયસર ટેમ્પાની પાછળ અન્ય એક ટેમ્પો ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે વ્યક્તિઓના કરૂણ મોત નીપજ્યા હતા. આ બનાવ અંગે વાસદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ બોરસદ તાલુકાના નાની શેરડી ગામે રહેતા અરજીભાઈ મેમાભાઈ રબારી ગતરોજ એક આયસર ટેમ્પામાં કપાસ ભરીને ત્રાણ ખેડૂતો દિનેશભાઈ રાવજીભાઈ પઢિયાર, મનહરસિંહ જશવંતસિંહ ઝાલા, રમણભાઈ ભીખાભાઈ પરમારને લઈ ક્લીનર ગોકળભાઈ જેઠાભાઈ પઢિયાર સાથે ઈડર જવા માટે નીકળ્યા હતા. રાત્રિના ૧૦ઃ૦૦ કલાકની આસપાસના સુમારે તેઓનો આયસર ટેમ્પો નેશનલ હાઈવે નં.૪૮ ઉપર આવેલ આણંદ તાલુકાના મોગર ગામની સીમમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ટેમ્પાનું ટાયર ફાટતા ચાલક અરજીભાઈ ટેમ્પો રોડની સાઈડમાં ઉભો કરી દીધો હતો અને પાર્કિંગ લાઈટ ચાલુ કરી ટેમ્પાનું ટાયર બદલવાની કામગીરી હાથ ધરી હતી. ક્લીનર ગોકળભાઈ ટાયર બદલવાના કામમાં હતા જ્યારે અન્ય માણસો બાજુમાં ઉભા હતા. દરમ્યાન લગભગ રાત્રિના ૧૦ઃ૩૦ કલાકના સુમારે પાછળથી પુરપાટ ઝડપે આવી ચઢેલ અન્ય એક ટેમ્પાના ચાલકે રોડની સાઈડમાં ઉભેલ આયસર ટેમ્પાના પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ટાયર બદલી રહેલ ક્લીનર ગોકળભાઈ પઢિયારનું ટેમ્પા નીચે કચડાઈ જવાના કારણે કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતુ. તો બીજી તરફ પાછળથી ટક્કર મારનાર ટેમ્પાના કેબીનનો આગળનો ભાગ લોચો મળી ગયો હતો અને ડ્રાઈવર તથા ક્લીનર કેબીનમાં ફસાઈ ગયા હતા. જેમાં ગંભીર ઈજાઓ થવાના કારણે ડ્રાઈવર સુરેશભાઈ પ્રતાપભાઈ પઢિયાર (રહે.પાદરા)નું કરૂણ મોત નીપજ્યું હતું.

(5:18 pm IST)