Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

ગાંધીનગરમાં રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં વરલી મટકાનો જુગાર રમતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો

ગાંધીનગર:શહેર જિલ્લામાં જુગારની બદી અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે સે-ર૧ પોલીસે બાતમીના આધારે સે-ર૪ પાસેથી રીક્ષામાં મુસાફરના સ્વાંગમાં વરલીનો જુગાર લખતાં એક શખ્સને ઝડપી પાડયો હતો અને વલણ લેનારને પણ ઝડપી લીધો હતો. જયારે ગોઝારીયાના જયગુરૃદેવ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. 

ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારમાં વરલીનો જુગાર દીનપ્રતિદિન વધી રહયો છે ત્યારે પોલીસ આ જુગારની પ્રવૃતિ ડામવા માટે બાતમીદારોને સક્રિય કરી ઠેકઠેકાણે દરોડા પણ પાડી રહી છે. ત્યારે સે-ર૧ પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ટાટા ચોકડીથી ઘ-૬ તરફ એક રીક્ષા નં.જીજે-૧૮-એવાય-૭૯૫૬માં તુષારસિંહ કનુસિંહ વાઘેલા રહે.કોલવડા કાકાનો માઢ રીક્ષામાં પેસેન્જર તરીકે બેસી વરલી મટકાનું તેના ગ્રાહકો પાસેથી લઈ વલણ બીજા ગ્રાહકોને વલણ લેવા પસાર થવાનો છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે સે-ર૪ ચોકડી પાસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી રીક્ષા આવતાં તેને ઉભી રાખી હતી અને તેમાંથી તુષારસિંહને ઝડપી લીધો હતો. જેની પાસેથી એક મોબાઈલ અને બે હજાર રૃપિયા રોકડા તેમજ મોબાઈલમાં જુદાજુદા વરલીના આંક મળી આવ્યા હતા. જે વરલી મટકાનું વલણ ગોઝારીયાના જયગુરૃદેવને લખાવતો હોવાનું તેમજ કોની પાસેથી વલણ લેતો હતો તે બાબતે પુછપરછ કરતાં વિષ્ણુજી સુરાજી ઠાકોર કોલવડા પાસેથી લેતો હોવાનું અને જે હાલ ટાટા ચોકડી પાસે હોવાનું કહેતા પોલીસે તેને પણ ઝડપી લીધો હતો. જયારે જયગુરૃદેવ સામે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(5:20 pm IST)