Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

મેઘરજ તાલુકાના માળકંપા નજીક વહેલી સવારે સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

મેઘરજ:તાલુકાના રેલ્લાવાડા નજીક માળકંપા પાસે સોમવારે વહેલી સવારે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર દ્વારા બાતમીના આધારે ઇસરી પોલીસ મથક વિસ્તારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાઇ ગઇ હતી.

સોમવારે વહેલી સવારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મેઘરજ તાલુકાના ઇસરી પોલીસ મથક વિસ્તારના રેલ્લાવાડા નજીક રાજસ્થાન બોર્ડર ઉપરથી આવતા અલગ-અલગ રસ્તાઓ પર પોલીસે ત્રણ ટીમો બનાવી એસ.આર.પી. જવાનોને સાથે રાખી વોચ ગોઠવી હતી જેમાં માળકંપા નજીક ખાનગી ગાડીઓની રસ્તા ઉપર આડશ કરી કર્મીઓ બાતમી વાળી કારની વોચમાં હતા તેવામાં રેલ્લાવાડા તરફથી એક કાર આવતાં પોલીસે કાર ઊભી રાખવાનો ઇશારો કરતાં વાહન ચાલકે કાર ઊભી ન રાખીપોલીસ કર્મીઓના ખાનગી વાહનને ટક્કર મારતાં કાર ઊભી રહેતાં પોલીસે કારને કોર્ડન કરી હતી. જેમાંથી કાર ચાલક ઝડપાઇ ગયો હતો. કારમાં તપાસ કરતાં દારૂનો જથ્થો ભરેલો હતોએટલામાં પાછળ બીજી કાર આવતાં પોલીસે કારને ઊભી કરવા ટોર્ચ બતાવતાં કાર ચાલક પોલીસ કર્મીના વાહનને ટક્કર મારી રોડ સાઇડના ખાડામાં ઉતરી જતાં કારમાંથી બે શખ્સો ઉતરીને ભાગી છૂટયા હતા. તે દરમ્યાન ત્રીજી કાર આવી હતી જેને પોલીસે રોકવાનો પ્રયત્ન કરતાં કાર ચાલક કાર સ્પીડમાં લઇ ભાગી છૂટયો હતો. બન્ને કારોને ઈસરી પોલીસ મથકે લઇ જઇ કારમાંથી અલગ અલગ બ્રાન્ડનો ઈંગ્લીશ દારૂની ગણકુલ બોટલ ૨૭૪૩ જેની કિંમત રૃા. ૨,૨૯,૯૦૦ તેમજ એક કાર અને એક બલેનો કાર બંન્ને કુલ કીંમત રૃા. ૭,૫૦,૦૦૦ તેમજ ત્રણ મોબાઇલ જેની કિંમત રૃા. ૧૪,૦૦૦ કુલ મળી રૃા. ૯,૯૩,૯૦૦નો મુદ્દામાલ સાથે આરોપી મનીશ જીવા ઘોગરા (રહે. પાલદેવલતા. ડુંગરપુરરાજસ્થાન) ઝડપી પાડયો હતો. બીજા સાત આરોપીઓ વોન્ટેડ જાહેર કરી તેમને સામે ગુનો નોંધ્યો હતો. ઝડપાયેલ શખ્સની પૂછપરછ કરતાં આ ઝડપાયેલ દારૂ રાજસ્થાનના વિરપુરથી બલવંતસિંહે પોતાના ગોડાઉનમાંથી ભરત ડાંગીનો પાર્ટનર એમ બંને જણા વાહનોમાં દારૂ ભરાવી ગુજરાતમાં મોડાસા નજીક શિકા ચોકડી પહોંચાડવાનું કામ કરે છે તેમજ રવિંદ્ર રાજાવત ગોડાઉન ઉપર અલગ અલગ ડ્રાઇવરો વાહનો સાથે બોલાવવા અને દારૂ ભરાવી ગુજરાતમાં પહોંચાડવાનું તમામ હેન્ડલીંગ કરે છે.

(5:20 pm IST)