Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

ધાકધમકીથી અને દબાણ કરીને કોંગ્રેસ ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવ્યા : અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખના આક્ષેપ

અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણી 192 બેઠક માટે કોંગ્રેસના 188 ઉમેદવાર

અમદાવાદ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વચ્ચે શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ સાથે જ આક્ષેપ કર્યો હતો કે પ્રેશર કરીને કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવ્યા હતા. ધાક-ધમકીથી કોંગ્રેસના ઉમેદવારોને દબાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણી 192 બેઠક માટે કોંગ્રેસના 188 ઉમેદવાર છે. ઠક્કરબાપા નગર અને સરદારનગરના કોંગ્રેસ ઉમદેવાર ફોર્મ રદ થયા તો વસ્ત્રાલ અને નારણપુરા વોર્ડના કોંગ્રેસ ઉમેદવારે છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચ્યા છે.

(7:24 pm IST)