Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

છોટાઉદેપુર જિલ્લાના જંગલોમાંથી કિંમતી ખેરના લાકડા ચોર 4 તસ્કરોને વનવિભાગે ઝડપી લીધા

આરોપીની પૂછપરછમાં હજુ પણ બે આરોપી સામેલ હોવાનું જાણવા મળ્યું

છોટાઉદેપુર જિલ્લાના જંગલોમાંથી કિંમતી ખેરના લાકડાની ચોરી કરતાં 4 તસ્કરોને   વન વિભાગે ઝડપી પાડયા છે. આ સમગ્ર ઘટના ક્રમ મુજબ ખેરના લાકડાની તસ્કરી કરતાં અસરફ અને અનસ ઉર્ફે ટપલાએ વિજય રાઠવા અને નાગાજી રાઠવાનો સંપર્ક કર્યો અને રાત્રીના સમયે અછાલા ગામ નજીકના જંગલમાં ઉગેલા ખેરના 12 ઝાડને કાપી તેના 32 ટુકડા કરી ટ્રેક્ટરમાં નાખીને લઈ જવાની તૈયારીમાં હતા, તે દરમિયાન વન  વિભાગને બાતમી મળી ગઈ અને વન વિભાગે બે ટીમો બનાવી ચાર આરોપીને સ્થળ પરથી પકડી પડ્યા હતા. જો કે આરોપીની પૂછપરછમાં હજુ પણ બે આરોપી સામેલ હોવાનું જાણવા મળ્યું છે

(11:48 pm IST)