Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

વડોદરા સયાજીગંજ પાસેથી 16 લાખની કિંમતના 163 ગ્રામ એમડી સાથે બે આરોપીઓની ધરપકડ

ગુજરાત એટીએસ અને વડોદરા એસઓજીનું સંયુક્ત ઓપરેશન: પુછપરછ કરતા તેઓએ પોતે પેડલર હોવાનું જણાવ્યું

વડોદરા : ગુજરાત એટીએસ અને વડોદરા એસઓજીએ સંયુક્ત ઓપરેશન હાથધરી 16 લાખના એમડી સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ ઈન્દોરથી એમડીનો જથ્થો લઈ વડોદરા ખાતે જવાના હતા.

વડોદરા ખાતેથી બે લોકો મોટા પ્રમાણમાં એમડી ડ્રગ્સનો જથ્થો લઈ આવી રહ્યા હોવાની બાતમી ગુજરાત એટીએસને મળી હતી. જેથી એટીએસ અને એસઓજી ક્રાઈમની ટીમ આરોપીઓને રંગે હાથ પકડવા માટે કામે લાગી ગઈ હતી. સયાજીગંજ પાસેથી 163 ગ્રામ એમડીના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ બન્ને આરોપીઓની પુછતાછ હાથ ધરતા અમીન શેખ અને રિઝવાન ખાન નામ હોવાનું આ આરોપીઓ જણાવ્યું હતું. આ લોકોની વધુ પુછપરછ કરતા તેઓએ પોતે પેડલર હોવાનું જણાવ્યું છે. જો કે, આ ડ્રગ્સ કોનો છે અને ક્યા આપવાનો હતો તે દિશામાં હાલ તપાસ કરવામાં આવી રહી છે.

ATS દ્વારા વધુ તપાસમાં સામે આવ્યું છે કે આ બન્ને આરોપીઓને ઇન્દોરના આમીરખાન લાલા નામના ડ્રગ્સ માફિયાએ આ ડ્રગ્સ લઈને ગુજરાતમાં મોકલ્યા હતા અને આ ડ્રગ્સ વડોદરા ખાતે ST ડેપો બહાર કોઈ લાલ ટી-શર્ટ અને માથે કાળી ટોપી પહેરીને અને જેના ટી-શર્ટમાં સફેદ અક્ષરમાં એમ લખેલ હોય તેને આ ડ્રગ્સ આપવાનું હતું. પરંતુ તે ડ્રગ્સ સપ્લાય થાય તે પહેલાં આરોપીઓ પકડાઈ ગયા છે

(12:10 am IST)