Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

માનવતાને શર્મસાર કરતો ભ્રષ્ટ્રાચાર:સુરત અશ્વિનીકુમાર સ્મશાનમાં લાંચ : અગ્નિદાહ કરવા પણ રૂપિયા આપે તેનો વહેલો નંબર આવે !!

હર્ષભાઈ ગુજર નામના સોશ્યલ વર્કરના વિડીયો જોઈને લોકો સુરતના સ્મશાન તંત્ર પર ફિટકાર વરસાવી રહ્યા છે

સુરત : રાજ્યમાં અને દેશમાં ભ્રષ્ટ્રચાર એ જાણે શિષ્ટાચાર બની ગયો છે રૂપિયા આપ્યા વગર કોઈ કામ નથી, એ સર્વવિદિત છે ત્યારે માનવતાને પણ શર્મસાર કરે એવો ભ્રષ્ટ્રાચાર બહાર આવ્યો છે રાજ્યમાં અને ખાસકરીને સુરતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, હોસ્પિટલોમાં જગ્યા મળતી નથી એવી વિકટ સ્થિતિ સર્જાઈ છે સરકાર હોસ્પિટલોમાં બેડ વધારી રહી છે પરંતુ હવે મહાનગરોમાં સ્મશાનમાં પણ લાઈનો લાગવા માંડી છે ત્યારે સુરતના અશ્વિનીકુમાર સ્મશાનમાં અગ્નિદાહ કરવા પણ રૂપિયા આપવા પડે તેવા વ્યૂઝલ માનવતાને પણ શર્મસાર કરનારા છે લોકો આ વિડિઓ જોઈને ફિટકાર વરસાવી રહ્યા છે

લાશો ઉપર પણ પેસા કમાય લેવા તત્પર આવા તત્વો જાણે  માનવતા મરી પરવારી હોય તેમ

નાણાં લેતા હોય છે સુરતના અશ્વિનીકુમાર સ્મશાનમાં  અગ્નિદાહ કરવામાં પણ ભ્રષ્ટાચારની વાતે ફરી વિવાદમાં આવ્યું છે

 આરોગ્ય મંત્રીના શહેરની આવી હાલત છે ત્યાં બીજે શું દશા હશે એ કલ્પના કરવી મુશ્કેલ છે કતારગામ વિસ્તારમાં આવેલ અશ્વિનીકુમાર સ્મશાનમાં અગ્નિદાહ કરવાના રૂપિયા   આપો એટલે વહેલો નંબર આવે છે તેવા આક્ષેપ થયા છે મૃતદેહને અગ્નિદાહ કરવાના 1000 થી 2000 રૂપિયા લેવાય છે તેવો લોકો આક્ષેપ કરી રહ્યાં છે જે લોકો રૂપિયા આપે તેને પહેલા મૃતદેહ અગ્નિસંસ્કાર કરવા જવા દે તેવા આક્ષેપ થઇ રહ્યાં છે સવારથી આવેલા લોકો ને હજુ વારો નથી આવ્યો તેવો રોષ વ્યક્ત થઇ રહ્યાંનું સુરતથી હિરેન સોઢા જણાવે છે

(9:35 am IST)