Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

રાજપીપળા ભાટવાડામાં જુગાર રમતા ચાર શખ્સને રાજપીપળા પોલીસે મુદામાલ સાથે ઝડપી પાડ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા પોલીસે બાતમીના આધારે ભાટવાડામાં જુગાર પર રેઇડ કરી ચાર વ્યક્તિઓને રોકડ સહિતના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
 મળતી માહિતી મુજબ રાજપીપળા ભાટવાડા વિસ્તારમાં કેટલાક વ્યક્તિઓ પોતાના આર્થિક ફાયદા માટે જુગાર રમતા હતા એ બાબતે પોલીસને બાતમી મળતા પોલીસે ત્યાં રેઇડ કરી હારૂનભાઈ મુબારકભાઈ શેખ, હારૂનભાઈ ગુલામનબી શોખ,સમીરભાઈ મુબારકભાઇ શેખ અને સલીમભાઈ અબ્દુલરહીમાન શેખને ઝડપી પાડી તેમની અંગ ઝડતીમાંથી રોકડા રૂ .૧૦૫૧૦ તથા દાવ ઉપરના રૂ.૨૦૫૦ મળી કુલ કિં.રૂ .૧૨,૫૬૦ જુગારના મુદામાલ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી છે.

(11:02 pm IST)