Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

બિન જરૂરી માસ્ક વગર ટોળે વળતા લોકો પર પોલીસની લાલ આંખ : મલાવ ગામમાં 4 વિરુદ્ધ ગુનો દાખલ થયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત આસપાસના ગામોમાં હાલમાં કોરોના ના કેસ વધી રહ્યા છે અને જાહેરનામું લાગુ હોય ટોળા વળતા લોકો વિરુદ્ધ પોલીસે કાયદાનો અમલ કરતા માલવ ગામમાં ચાર વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.
  પ્રાપ્ત માહિતી અનુસાર આમલેથા પોલીસે મલાવ ગામે રોડ ઉપર લીંમડાના ઝાડ નીચે જાહેરમાં માસ્ક પહેર્યા વગર બિનજરૂરી ભેગા થઇ બેસી રહી જાહેરનામાનો ભંગ કરનાર અશોકભાઇ ગોરધનભાઇ તડવી,મનોજભાઇ ગણપતભાઇ તડવી,નવીનભાઇ ગોર્ધનભાઇ તડવી તથા હર્ષદભાઇ નજીભાઇ તડવી તમામ (રહે.ઝુન્ડા તા.નાદોદ જી નર્મદા )સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી આમલેથા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.

(11:05 pm IST)