Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

અમદાવાદ મનપા દ્વારા 15 ખાનગી હોસ્પિટલોને કોવિડની સારવાર કરવાની મંજૂરી : કોવિડ બેડના ભાવ નક્કી કર્યા

વોર્ડ બેડના ભાવ 6500 રૂપિયા તથા HDUના ભાવ 8000 નક્કી કરાયા

અમદાવાદ:  મહાનગર પાલિકા દ્વારા શહેરની 15 ખાનગી હોસ્પિટલમાં કોવિડની સારવાર કરવાની મંજૂરી આપી છે. ત્યારે કોઇ દર્દીને તકલીફ ન પડે અને હોસ્પિટલ તંત્ર પણ ખોટી રીતે મનફાવે તેવા ભાવ ન વસૂલે તે માટે ખાનગી કોવિડ બેડના ભાવ ફિક્સ કરવામાં આવ્યા છે

અમદાવાદ મનપા દ્વારા નક્કી કરવામાં આવેલ ભાવ પ્રમાણે, વોર્ડ બેડના ભાવ 6500 રૂપિયા તથા HDUના ભાવ 8000 નક્કી કરવામાં આવ્યા છે. આ ભાવ અમદાવાદ મનપા દ્વારા કોવિડ સારવાર માટે મંજૂરી આપવામાં આવેલ 15 હોસ્પિટલો માટે માન્ય રહેશે

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 4541 કેસ નોંધાયા છે અને 2280 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,09,626 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે રાજ્યમાં 42 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4697 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 187 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 22,692 પર પહોંચ્યો છે.

(11:52 pm IST)