Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

એક જ દિ'માં ૪૭૨ મેટ્રિક ટન ઓકિસજન વપરાશ

ગુજરાતમાં કોરોનાના દર્દીઓ વધતા ઓકિસજનની માંગમાં અભૂતપૂર્વ ઉછાળો

રાજકોટ, તા. ૧૦ :. ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા મેડિકલ ઓકિસજનના વપરાશમાં ભારે ઉછાળો આવ્યો છે. ગઈકાલે રાજ્યમાં ૪૫૦૦ જેટલા નવા દર્દીઓ નોંધાયેલા. એક જ દિવસમાં ૪૭૨ મેટ્રિક ટન ઓકિસજન વપરાતા અગાઉના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. રાજ્યમાં દૈનિક ૧ હજાર મેટ્રિક ટન ઓકિસજન ઉત્પાદનની ક્ષમતા છે. અન્ય રાજ્યમાં પણ ઓકિસજન નિકાસ થાય છે. તા. ૭મીએ ૩૩૫ મેટ્રિક ટન, તા. ૮મીએ ૩૮૬ મેટ્રિક ટન અને ગઈકાલે તા. ૯મીએ ૪૭૨ મેટ્રિક ટન ઓકિસજનની માંગ નીકળી હતી. ઓકિસજન ઉત્પાદક કંપનીઓ સાથે સરકાર સંપર્કમાં છે. કુલ ઉત્પાદનનો ૭૦ ટકા જથ્થો રાજ્યના દર્દીઓ માટે અનામત રાખવા સૂચના આપેલ છે. દર્દીઓની સંખ્યા સતત વધતી રહી તો ભવિષ્યમાં ઓકિસજનની મુશ્કેલી થવાની શકયતા નકારાતી નથી.

(12:44 pm IST)