Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ અટકાવવા ગામના તમામ લોકોનું ટેસ્ટીંગ-વેકસીનેશન જરૂરી : વિજયભાઇ

તા.૧૧ થી ૧૪ વ્યાપક પ્રમાણમાં વેકસીનેશન થાય તેવા કાર્યક્રમો કરવા જિલ્લા પ્રમુખોને આદેશ

અમદાવાદ : ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લાઓમાં કોરોનાની કામગીરીની સમીક્ષા અંગે જિલ્લા પંચાયતના પદાધિકારીઓ ડીડીઓ સાથે  વીડિયો કોન્ફરન્સમાં શ્રી રૂપાણીએ  કહ્યું હતુ કે, ભારતમાં કોરોનાની બીજી લહેરમાં ગામડાઓ પણ પ્રભાવિત થયા છે ત્યારે તમામ લોકો ગભરાયા વિના સાવચેતી સાથે માસ્ક તથા સામાજિક અંતર જાળવે તે સુનિશ્ચિત કરવું પડશે. ગ્રામ્યસ્તરે કોરોના સંક્રમણ અટકાવવા ગામના તમામ લોકોનું ટેસ્ટિંગ અને વેકિસનેશન ખૂબ જ જરૂરી. આરોગ્ય કર્મીઓના સહયોગથી તમામ ઘરોનું ડોર ટુ ડોર સર્વેલન્સ કરીશુ તો જ સાચી પરિસ્થિતિ ધ્યાનમાં આવશે.

   ગામોમા તા. ૧૧ થી ૧૪ એપ્રિલ દરમિયાન વ્યાપક  પ્રમાણમાં વેકિસનેશન થાય તેવા કાર્યક્રમો કરવા પડશે. જિલ્લાના ઘ્ણ્ઘ્ અને ભ્ણ્ઘ્ વાળા ગામોમાં સમાજની વાડીઓમાં ૧૫-૧૫ બેડની સુવિધા ઉપલબ્ધ કરાવો જેથી માઈલ્ડ-એસિમ્ટોમેટિકને ગામમાં જ સારવાર આપી શકાય. જેથી શહેરોની હોસ્પિટલમાં ભારણ ઘટે. આ પ્રકારનો સફળ પ્રયોગ મોરબી જિલ્લામાં કરાયો છે તેને તમામ જિલ્લાઓ અનુસરે ગામના લોકો સ્વયંભૂ બિન જરૂરી અવર-જવર પર પ્રતિબંધ મૂકે જરૂર જણાય તો આવા લોકોનું રજિસ્ટર પણ બનાવે. આ ઉપરાંત ગામોમાં કોરોના ટેસ્ટિંગ માટે લોક ભાગીદારી પણ કરી શકાય.

આ વીડિયો કોન્ફરન્સમાં ગાંધીનગરથી મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, ગ્રામ વિકાસ સચિવ વિજય નહેરા સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.

(12:45 pm IST)