Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

નવરો પતિ કોરોનાગ્રસ્ત પત્ની પાસેથી કરી રહ્યો છે એક જ ડિમાન્ડ, સેકસ..સેકસ..સેકસ..

વડોદરાના ગોરવા વિસ્તારનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે : ગોરવા વિસ્તારની પરિણીતાએ અભયમની ટીમને ફોન કરીને પોતાના પતિની જે ફરીયાદ કરી તે સાંભળીને અભયમની ટીમ પણ ચોંકી ગઇ હતી

વડોદરા, તા. ૧૦ : વડોદરાના ગોરવા વિસ્તારનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ગોરવા વિસ્તારની પરિણીતાએ અભયમની ટીમને ફોન કરીને પોતાના પતિની જે ફરિયાદ કરી તે સાંભળીને અભયમની ટીમ પણ ચોંકી ગઈ હતી.

કોરોના અને કવોરેન્ટાઈનના કિસ્સા જ કંઈક અલગ છે. કવોરેન્ટાઈનમાં રહેતા અનેક લોકોના પરિવારમાં વિવાદો થતા રહે છે. અનેક લોકોની જુદી જુદી સમસ્યાઓ છે. ત્યારે વડોદરાના ગોરવા વિસ્તારનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ગોરવા વિસ્તારની પરિણીતાએ અભયમની ટીમને ફોન કરીને પોતાના પતિની જે ફરિયાદ કરી તે સાંભળીને અભયમની ટીમ પણ ચોંકી ગઈ હતી.

પરિણીતાએ અભયમને ફોન કર્યો હતો. મહિલાનો ફોન આવતાં જ મહિલા પોલીસ સ્ટેશન સ્થિત અભયમ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક પહોંચી હતી.  ત્યારે ૧૮૧ અભયમની ટીમે ફરિયાદી પત્નીએ કહ્યું હતું કે, મારી ઉંમર ૨૭ વર્ષ છે. હાલ હું કોરોનાગ્રસ્ત છું. તેથી હું ઘરના એક રૂમમાં અલગથી રહુ છું. પરંતુ મારા પતિ મને કવોરેન્ટાઈનમાં સતત શારીરિક સંબંધો બાંધવા કહે છે. મેં તેમને કોરોનાગ્રસ્ત હોવાનું કહ્યું તેઓ ઉશ્કેરાયા હતા, અને મને ઘરની બહાર નીકળી જવાનું કહ્યું હતું.

૨૭ વર્ષીય પરિણીતાની ફરિયાદ પર અભયમની ટીમે પતિનુ કાઉન્સેલિંગ કર્યું હતું. જેમાં તેણે પણ પોતાની ભૂલ કબૂલી હતી. અભયમની ટીમે પતિનું કાઉન્સેલિંગ કરી સમજાવ્યો હતો કે પત્ની જાતે જ કવોરન્ટાઇન થયેલા છે ત્યારે તેમને ખલેલ ન પહોંચાડી ઝડપથી સાજા થાય તેવી કાળજી લેવી જોઇએ. પતિને તેની ભુલ સમજાઇ હતી અને હવે આવી ભુલ નહી કરે તેવી ખાતરી આપી હતી જેથી મહિલાને પણ રાહત થઇ હતી.

(12:48 pm IST)