Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

અમદાવાદથી ઉત્તરપ્રદેશ અને બિહાર જવા માંગતા યાત્રિકો માટે રેલ્‍વે તંત્ર દ્વારા 20થી વધુ સ્‍પેશયલ ટ્રેનો ઉપલબ્‍ધ

અમદાવાદઃ પશ્ચિમ રેલ્વે હાલમાં ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા મુસાફરોની સુવિધા માટે મોટી સંખ્યામાં સ્પેશિયલ ટ્રેનો ચાલવી રહી છે.

અમદાવાદ મંડળના ડીઆરએમ દીપક કુમાર ઝાએ પ્રેસ સાથે ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે મુસાફરોને ચિંતા કરવાની અને ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. મંડળના ગાંધીધામથી ભાગલપુર અને પુરી સુધી સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે.

તેજ રીતે અમદાવાદથી બરૌની, સુલતાનપુર, ગોરખપુર, લખનઉ, યોગ નગરી ઋષિકેશ, ગ્વાલિયર, આગ્રા, મુઝફ્ફરપુર, પટના, દરભંગા, વારાણસી અને પુરી સુધી 20 થી વધુ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે.

તેમણે ખાતરી આપી કે અમે સતત વેઇટિંગ લીસ્ટ પર નજર રાખી રહ્યા છીએ અને આગામી સમયમાં વધારાના કોચ ઉમેરવાની યોજના છે. મુસાફરોને વિનંતી છે કે મહામારીના આ સંકટ દરમિયાન કોવિડ -19 પ્રોટોકોલનું કડક પાલન કરો અને સલામત મુસાફરી કરો.

ટ્રેન નંબર 04821/04822 જોધપુર - સાબરમતી - જોધપુર સ્પેશિયલ અને ટ્રેન નંબર 04893/04894 જોધપુર - પાલનપુર - જોધપુર સ્પેશિયલ ટ્રેન 10 એપ્રિલ 2021 થી મેઇલ એક્સપ્રેસ સમાન ભાડા સાથે ચાલશે.

(4:35 pm IST)