Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

ભયાનક સ્થિતિ! : 'કોવીડ પહેલાં રોજ 2-3 અંતિમ સંસ્કાર થતાં હતા, હવે એકસાથે સાત સાત થાય છે'

સુરત શહેર સાથે સાથે જિલ્લામાં પણ સ્મશાનોમાં હાઉસફૂુલ : અંતિમ સંસ્કારની સંખ્યામાં વધારો : મોટાભાગના મૃતદેહ પીપીઈ કીટવાળા

( કેતન પટેલ )  બારડોલી : કોરોના વાઇરસના કારણે સરકારી ચોપડે ડેથ ઑડિટ પછી ચઢતા મૃત્યુઆંક અને પીપીઈકીટમાં ગાઇડલાઇન સાથે અંતિમ સંસ્કાર થતા મૃતદેહોની સંખ્યામાં જોજનોનું અંતર છે. આ સ્થિતિનો તાદશ સ્મશાનોમાં થતાં મૃતદેહોના આંકડા આપે છે. હવે સ્થિતિ એટલી હદે વિકટ બની રહી છે કે સુરત શહેર સાથે જિલ્લામાં પણ હવે કોરોના બેકાબૂ બની રહ્યો છે અને મૃતકો ની સંખ્યા પણ વધી રહી છે. બે દિવસ અગાઉ સુરત શહેરમાં સ્મશાન ભૂમિના વરવા દ્રશ્યો જોવા મળ્યા હતાં એવા દ્રશ્યો હવે સુરત જિલ્લામાં જોવા મળી રહ્યા છે
જિલ્લાના કડોદરા વિસ્તારમાં આવેલ સ્મશાન ભૂમિના આ દ્રશ્યો છે. સ્મશાનમાં મર્યાદા માત્ર બે કે ત્રણ મૃતદેહોના અગ્નિ સંસ્કારની છે. જેની સામે 22થી વધુ કોરોનામાં મૃત્યુ પામનારા મૃતદેહો રોજ અહીં આવી રહ્યા છે. જેથી અગ્નિદાહમાં તો અગવડતા પડી રહી છે. પરંતુ સાથે સાથે સામાજિક અંતર પણ જળવાતું નથી અને લોકોનું ટોળું ભેગું થઈ રહ્યું છે.ત્યારે સરકારી તંત્ર દ્વારા કોઈ સુવિધા પૂરી પડાએ નથી ત્યારે કડોદરા સ્મશાન ગૃહના ઇતિહાસમાં આટલી માત્રામાં અગ્નિદાહ આપ્યાનો પહેલો. કિસ્સો છે
સ્મશાન ભૂમમાં એવા વરવા દ્રશ્યો જોવા મળ્યા કે અગ્નિદાહ માટે યોગ્ય વ્યવસ્થા નથી તો બીજી બાજુ કામ ચલાવ ચીમનીઓ મૂકી અગ્નિદાહ કરવામાં આવી રહ્યો છે.
કોવીડમાં મૃત્યુ પામનારા એક મૃતકના સ્વજન કમલેશ દેસાઈએ જણાવ્યું કે 'અહીયા ત્રણ ભઠ્ઠી કાયદેસરની છે બાકીની કામ ચલાઉ ભઠ્ઠીઓ બનાવાઈ છે. હું લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું, માસ્ક પહેરો સેનેિટાઇઝેશન કરો અને શક્ય હોય તો ઘરની બહાર ન નીકળશો. સ્થિતિ ગંભીર છે. અમે ક્યારના રાહ જોતા હતા ત્યારે અમારા સ્વજનના અંતિમ સંસ્કારનો નંબર લાગ્યો છે.
તંત્ર દ્વારા સ્મશાન અંગે અવગત જ ન હોય તેમ કોઈ અધિકારી કે તંત્ર અહીં મુલાકાત સુદ્ધા લેતું નથી. જોકે અહીં કાયમી ધોરણે ગેસ ચીમનીઓ વધારવામાં આવે તો સગવડતા પણ રહે અને પર્યાવરણમાં થતું પ્રદુષણ પણ અટકી શકે.

(8:55 pm IST)