Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

યુવતીએ લગ્નનું દબાણ કરતાં ટીઆરબી જવાન દ્વારા હત્યા

ટીઆરબી જવાનને સહકર્મી સાથે પ્રેમ થયો : યુવતીની હત્યા કર્યાનો અફસોસ થતા સુરત પરત આવી ટીઆરબી જવાને પોતે પણ ઝેરી દવા ગટગટાવી દીધી

સુરત,તા.૧૦ : સુરતમાં એક પ્રેમ કહાનીનો કરુંણ અંજામ આવ્યો છે. સુરતમાં એક મહિલા ટીઆરબી તરીકે ફરજ બજાવતી અને પોતાના પતિથી અલગ રહેતી મહિલાને સાથી ટીઆરબી જવાન સાથે પ્રેમ થઇ ગયો હતો. જોકે મહિલા લગ્ન માટે દબાણ કરતી હતી ત્યારે યુવાને લગ્નથી બચવા માટે પોતાની પ્રેમિકાને મહારાષ્ટના ધુલીયા લઈએ જઈને તાપી નદીમાં ફેંકી તેની હત્યા કરી નાખી હતી. જોકે, યુવાન સુરત આવીને મહિલાની હત્યા બાદ પોતે પણ આપઘાતની પ્રયાસ કર્યો હતો. મામલો પોલીસ કમિશનર સામે જતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બનાવની વિગતો એવી છે કે  સુરતના સયૈદપુરા ખાતે રહેતી અને છેલ્લા કેટલાક સમયથી પોતાના પતિને છોડી બે સંતાનો સાથે રહેતી અને સુરત ટ્રાફિક પોલીની મદદ કરતી મહિલા ટીઆરબી કાજલ મિશ્રાને તેની સાથે કામ કરતા જવાન ટીઆરબી રાહુલ નામના યુવાન સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બધાયા હતા.

મહિનાનાં પ્રેમ બાદ કાજલ રાહુલ લગ્ન કરવા દબાણ કરતી હતી. રાહુલ તે માટે તૈયાર નહોતો. કાજલ રાહુલને ધમકી આપતી કે જોતે લગ્ન નહીં કરે તો પોલીસ કેસમાં ફસાવી દેશે. રાહુલ કાજલથી છુટકારો મેળવવા માંગતો હતો. ૩૧મી માર્ચે રાહુલ કાજલને લગ્ન કરવાના બહાને મહારાષ્ટ્રમાં લઈ ગયો હતો. ત્યાં ધુલિયાના શિંદખેડામાં તાપી નદીના બ્રિજ પર લઈ જઈ કાજલને ધક્કો મારી નદીમાં ફેંકી દીધી હતી. ત્યારબાદ રાહુલ સુરત આવી ગયો હતો. ઘણાં દિવસ છતાં કાજલ ઘરે નહીં આવતા તેની મહારાષ્ટ ખાતે રહેતી માતા સાથે દરોજ વાત કરતી કાજલે વાત નહિ કરતા તેની શોધમાં તેની માતા સુરત ખાતે આવી હતી. જોકે  માતાએ કાજલની શોધખોળ શરૂ કરી હતી. ત્રણ દિવસથી કાજલની માતા લાલગેટ પોલીસ સ્ટેશને આવી તેના વિશે પૂછપરછ કરતી હતી. વાત પોલીસ કમિશનર સુધી પહોંચી હતી. જોકે પોલીસે મામલે તપાસ શરુ કરી ત્યારે ખબર પડી હતી કે રાહુલે આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરેલ હતો. જોકે પોલીસે રાહુલને રજા મળતા પોલીસ મથકે લઇ આવી હતી અને પૂછપરછ કરતા રાહુલે કાજલની માતા સામે કાજલની હત્યા કર્યાની કબૂલાત કરી હતી.

(9:17 pm IST)