Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

ડીજીપી આશિષ ભાટિયા દ્વારા કોરોના સંક્રમણ સંદર્ભે સરકારની SOP નો કડક ચુસ્ત અમલ કરાવવા કડક સૂચના આપતા પોલીસ દ્વારા કડક કાર્યવાહી આજે 2092 ગુંના દાખલ કરવામાં આવ્યા

ગાંધીનગર : ડીજીપી આશિષ ભાટિયા દ્વારા કોરોન સંક્રમણ સંદર્ભે સરકારશ્રીની sop નો કડક ચુસ્ત અમલ કરાવવા પોલિસ તંત્રને સૂચના આપતા પોલીસ કર્યા વાહી વધુ કડક થઇ છે આજે કુલ 2092 ગુન્હા દાખલ કરવામાં આવ્યા છે વધુ માહિતી માટે કોષ્ટક જોઈએ

 સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લઈ ડી.જી.પી. શ્રી આશીષ ભાટિયા ક્રારા રાજયના તમામ પોલીસ અધિકારીઓને સરકારશ્રીની SOPનો કડક અને ચુસ્ત અસલ થાય તે દિશામાં સઘન પ્રયત્નો કરવા તેમજ વિશેષ પોલીસ બંદોબસ્ત તથા પેટ્રોલીંગ દ્રારા સોશિયલ ડીસ્ટન્સીંગ તથા માસ્કના નિયમોનું પાલન કરાવવા તથા માસ્ક ન પહેરનાર વિરૂધ્ધ જાહેરનામા ભંગ અંગે વધુ કડક કાયંવાહી કરવા સુચના આપવામાં આવેલ છે. જે સુચના બાદ આ સંદર્ભ પોલીસ કાર્યવાહી વધુ સઘન અને વધુ અસરકારક થયેલ છે.જેના અનુસંધાને રાજય પોલીસ તંત્ર દ્રારા તા.૦૯/૦૪/૨૦૨૧ના રોજ જાહેરનામા ભંગનાતથા અન્ય ગુનાઓ મળી કુલ-૨,૦૯૨ ગુના દાખલ કરવામાં આવેલ છે અને આવા ભંગ બદલ કુલ-૧,૯૬૦ વ્યકિતઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે. ઉપરાંત,જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ તથા જાહેરમાં થુંકવા બદલ કુલ-૧૨,ર૩૮ વ્યકિતઓ પાસે દંડ વસુલ કરાયેલ છે. કરફ્યુ ભંગબદલ તથા એમ.વી. એકટ-૨૦૭ની જોગવાઈઓના ભંગ બદલ કફુલ-૧,૧૩૫ વાહનો જ કરાયેલ છે.

(9:35 pm IST)