Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

અમદાવાદમાં રેમડેસિવિરની જરુરીયાતવાળાઓ માટે રાહત : કાલથી ઝાયડસ હોસ્પિટલથી મળશે ઇન્જેક્શન

સવારે 8.30 વાગ્યાથી સાંજે 5.30 વાગ્યા સુધી ઈન્જેકશન અપાશે

અમદાવાદ : કોરોનના ઈલાજમાં વપરાતા રેમડેસીવીર ઇન્જેક્શનનિયા  અછત અને કાળાબજારની બૂમ વચ્ચે અમદાવાદમાં અમદાવાદમાં રેમડેસિવિરની જરુરીયાતવાળાઓ માટે રાહતના સમાચાર આવ્યા છે ઝાયડસ  હોસ્પિટલ ખાતે આવતીકાલથી (11 એપ્રિલ)થી  રેમડેસિવિર ઈન્જેકશન મળશે કાલે  સવારે 8.30 વાગ્યાથી સાંજે 5.30 વાગ્યા સુધી  ઈન્જેકશન મળશે

  અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યની વિખ્યાત ઝાયડસ કંપની જે રેમડેસિવિર ઇન્જેક્શનનું ઉત્પાદન કરે છે તેને કંપનીની હોસ્પિટલ પરથી રેમડેસીવીર ઇન્જેક્શન આપવાનું બંધ કરવા જાહેરાત કરી હતી ઇન્જેક્શન ઉપલબ્ધ નહિ હોવાનું કારણ જણાવ્યું છે જોકે હવે કાલે રવિવારથી ફરીવાર રેમડેસિવિર ઇન્જેક્શન મળતા થઇ જશે

(10:11 pm IST)