Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

કલીમકવાણા પાટીયા પાસે ખેતરમાં સુતેલા વ્યક્તિને ટ્રેક્ટરની રોટરી વગાડી ઇજા કરનાર વિરુદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના કલીમકવાણા ગામના પાટિયા પાસે ટ્રેક્ટરની પાછળની કલ્ટી વાગતા ઇજા પામેલા વ્યક્તિ એ ટ્રેક્ટર ચાલાક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
  પ્રાપ્ત માહિતી અનુસાર સવીલાલ ભયલાલભાઇ વલવી (રહે , મોટા રાયપુરા તા.નાંદોદ)ની ફરિયાદ મુજબ શુક્રવારે સાંજે તેઓ ગોપાલપુરા ગામના કેળના ખેતરના શેઢા ઉપર કેબલનું કામ કરતો હતો જે કેળના થડ કાઢવાનું કામ ટ્રેકટર વડે ચાલતું હતું આ ટ્રેક્ટરના ચાલકે તેમને ટ્રેક્ટર પાછળની રોટરી વગાડી ગંભીર ઇજાઓ પહોંચાડી પોતાનું ટ્રેક્ટર લઇ ત્યાંથી નાસી જઇ ગુનો કરતા સવિલાલભાઈ એ ચાલાક વિરુદ્ધ ફરિયાદ આપતા રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:17 pm IST)