Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

બોરીદ્રા ગામની શાળાના બાળકો અને ગ્રામજનો ને પગરખાની પરબ અંતર્ગત 300 જોડી ચપ્પલ અપાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કોરોના જેવી વૈશ્વિક મહામારી સમયે શૈક્ષણિક નવતર પ્રયોગો સાથે સેવાનું ઝરણું કાર્યક્રમ હેઠળ પગરખાંની પરબના દાતા મહેન્દ્ર ભાઈ પ્રજાપતિ તરફ બોરિદ્રા ગ્રામજનો અને શાળાના બાળકોને મળી કુલ 300 જેટલા લોકોને પગરખાની પરબ દ્વારા ચપ્પલ વિતરણ કરવામાં આવ્યા હતા.
જેમાં પગરખાની પરબ કાર્યક્રમ હેઠળ બોરિદ્રાના 200 જેટલા ગામલોકો અને બાળકોને મહેન્દ્રભાઈ પ્રજાપતિ તરફથી સેવા નું ઝરણું કાર્યક્રમ હેઠળ તમામ જરૂરિયાતો ને ચપ્પલ વિતરણ કરવામાં આવ્યા છે. કોરોના જેવી વૈશ્વિક મહામારી સમયે શૈક્ષણિક નવતર પ્રયોગ સાથે સેવા રૂપે શાળાના મુખ્ય શિક્ષક અનિલ ગુરુજીના આયોજનથી સરકારના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરી ને બાળકોને ચપ્પલ વિતરણ કરવામાં આવ્યા હતા. ઉનાળા દરમિયાન બાળકો પાસે ચપ્પલ ન હોય જેથી ચાલવામા ખૂબજ મુશ્કેલી પડી રહી હતી. ચપ્પલ મળતા બધાને ખૂબ જ રાહત મળી છે. આખા ગામે દાતા અને અનિલ ગુરુજીનો આભાર વ્યક્ત કર્યો હતો.

(10:28 pm IST)