Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

ગુજરાતમાં હવે વેક્સિનેશન માટે પણ લોકોની લાઈન

પહેલા ઓક્સિજન લેવા માટે લાઈનો લાગતી હતી : વેક્સિન લેવા લાઈનમાં ઊભા યુવાઓમાં વેક્સિનેશનને લઈ અનેરો ક્રેઝ જોવા મળ્યો : કોરોનાનો કહેર ઘટી રહ્યો છે

અમદાવાદ, તા. ૯ : ગુજરાતમાં કોરોનાનો કહેર ધીમે ધીમે ઘટી રહ્યો છે. ગુજરાતમાં સતત ચોથા દિવસે દર્દીઓના ડિસ્ચાર્જનો આંકડો વધી રહ્યો છે. છેલ્લાં એક અઠવાડિયાથી જોઈએ તો, હોસ્પિટલોમાં બેડ ઉપલબ્ધ છે. એમ્બ્યુલન્સની લાઈનો ઘટી ગઈ છે. સ્મશાન ગૃહોમાં અંતિમ સંસ્કાર માટે વેઈટિંગ નથી. તો બીજી તરફ હોસ્પિટલોમાં હવે દર્દીઓ માટે બેડ પણ ઉપલબ્ધ છે. શનિવારે નવા ૧૧૮૯૨ નવા કેસ સામે આવ્યા છે. તેની સામે ડિસ્ચાર્જ દર્દીઓનો આંકડો ૧૪૭૩૭ છે. સતત ચોથા દિવસે ડિસ્ચાર્જની સંખ્યા વધી રહી છે. જેથી કહી શકાય કે ગુજરાતમાં પરિસ્થિતિ ધીરે ધીરે થાળે પડી રહી છે. એક અઠવાડિયામાં ગુજરાતમાં આ પોઝિટિવ ચેન્જ જોવા મળ્યો છે. જ્યાં ઓક્સિજન લેવા માટે લાઈનો પડતી હતી, ત્યા હવે વેક્સીનેશન માટે લાઈનો પડી રહી છે. 

અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં વેક્સીનેશન ડ્રાઇવ થ્રુમાં સવારથી જ લોકોની લાંબી લાઈનો લાગેલી છે. ૪૫ વર્ષની ઉપરના અને ૬૦ વર્ષ ઉપરના લોકો માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેડિયમની બહાર વેક્સીન માટે લાઈન બાદ ફોર્મ ભરવાનું હોય છે. ત્યાર બાદ વેક્સીન આપવામાં આવે છે. ટ્ઠદ્બષ્ઠ દ્વારા આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. લોકોને વેક્સીન મેળવવા માટે લાંબી લાઈનમાં ઉભા ન રહેવું પડે અને પોતાની ગાડીમાં બેસી વેક્સીન લઈ શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

કોરોનાના કેસોમાં ઘટાડો થતા અમદાવાદમાં ઙ્ઘર્ઙ્ઘિ ના સહયોગથી બનાવવામાં આવેલી કોવિડ ધનવંતરી હોસ્પિટલમાં બેડ ખાલીનું બોર્ડ મારવામાં આવ્યું છે. ધનવંતરી હોસ્પિટલમાં હાલ ઓક્સિજનવાળા ૫૨ બેડ અને ૈષ્ઠે માં ૬  બેડ હાલ ખાલી છે. ઁષ્ઠ ના આદેશ બાદ તમામ હોસ્પિટલોની બહાર બેડને લગતી માહિતી અંગે બોર્ડ લગાવી માહિતી આપવામાં આવી રહી છે. તો અમદાવાદની એલજી હોસ્પિટલ ખાતે પણ દર્દીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. ઓક્સિજન સાથેના ૮ બેડ ખાલી છે. તો નોન ઓક્સિજન ૧૨૫  બેડ ખાલી છે. આઇસીયુના બેડ હાલ પણ ફૂલ છે.

વડોદરામાં રવિવારના દિવસે પણ વેક્સીનેશન યથાવત છે. નવી ધરતી અર્બન હેલ્થ સેન્ટર પર વેક્સીન લેવા યુવાનોની લાઈન લાગી છે. વેક્સીન લેવા લાઈનમાં ઊભા યુવાઓમાં વેક્સિનેશનને લઈ અનેરો ક્રેઝ જોવા મળ્યો છે. યુવાઓ અપીલ કરી રહ્યાં છે કે, કોરોનાને હરાવવા દરેકે વેક્સીન લેવી જોઈએ. સાથે જ યુવાઓએ વ્યથા પણ ઠાલવી કે, વેક્સીન લેવા એપોઇન્ટમેન્ટ સહેલાઈથી નથી મળી રહી. વેક્સીન હજારો લોકોને લેવી છે, પણ એપોઇન્ટમેન્ટ જ નથી મળી રહી.

(9:51 pm IST)