Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

અમદાવાદમાં ડ્રાઇવ ઈન સિનેમા ખાતે ડ્રાઇવ થ્રૂ વેક્સિનેશન શરૂ :650થી વધુ કાર પાર્કિંગની ક્ષમતા

45 વર્ષથી વધુ ઉંમર નાગરિકો સ્થળ પર રજિસ્ટ્રેશન કરાવીને વેક્સિનનો ડોઝ લઈ શકશે

અમદાવાદ: કોરોનાને હરાવવા વેક્સિન ખૂબ જરૂરી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોશિયલ ડિસ્ટન્સ સાથે વેક્સિન માટે ડ્રાઈવ થ્રૂ વેક્સિનની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2 દિવસ પહેલા નવરંગપુરા સ્ટેડિયમ ખાતે ડ્રાઇવ થ્રૂ વેક્સિન શરૂ કરવામાં આવી હતી. જેને સારો પ્રતિસાદ બાદ હવે એશિયાની સૌથી મોટી સ્ક્રીન ધરાવનાર ડ્રાઇવ ઈન સિનેમા ખાતે ડ્રાઇવ થ્રૂ વેક્સિન શરૂ કરવામાં આવી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રાઇવિંગ સિનેમા ખાતે સોમવાર આવતીકાલથી ડ્રાઇવ થ્રૂ વેક્સિનેશન શરૂ કરવામાં આવશે. ડ્રાઇવ ઇન સિનેમામાં 650 કરતા વધુ કાર પાર્કિંગની ક્ષમતા ધરાવે છે. જેથી એક સાથે વધુ લોકો ત્યાં કોઈ પણ પ્રકારની ભીડ વગર ત્યાં વેક્સિનનો લાભ લઇ શકશે.

45 વર્ષથી વધુ ઉંમર નાગરિકો સ્થળ પર રજિસ્ટ્રેશન કરાવીને વેક્સિનનો ડોઝ લઈ શકશે. નાગરિકોએ પોતાનુ આધાર કાર્ડ લઈને જવાનું રહેશે.વેક્સિનનો સમય સવારે 9 થી સાંજે 5 વાગ્યાનો રહે

(11:29 pm IST)