Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

સળંગ ૪ાા મહિના ઇન્ચાર્જ કલેકટર રહેવાનો રાજેન્દ્ર પટેલનો વિક્રમ

સાબરકાંઠામાં ૧ જાન્યુઆરીથી ખાલી પડેલ કલેકટર પદ પર હિતેષ કોયાની નિમણૂક

રાજકોટ,તા. ૧૦: સાબરકાંઠાના જિલ્લા કલેકટર સી.જે.પટેલ ગઇ તા. ૩૧ ડિસેમ્બરે નિવૃત થયા બાદ ખાલી પડેલ જગ્યા પર સરકારે સુરતના જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિતેષ કોયાની નિમણૂક કરી છે. તેઓ સંભવત ગુરૂવારે કાર્યભાર સંભાળનાર છે. સતત ૪ાા માસ સુધી કોઇ જિલ્લાનું કલેકટર પદ ખાલી રહ્યુ હોય તેવું કદાચ પ્રથમ વખત બન્યુ છે.

ગઇ તા. ૧ જાન્યુઆરીથી કલેકટર તરીકેનો વધારાનો હવાલો યુવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજેન્દ્ર પટેલને સોંપાયો હતો. તેમણે કોરોનાના કપરા કાળમાં મુળ જવાબદારી ઉપરાંત કલેકટર તરીકેની જવાબદારી યશસ્વી રીતે નિભાવી છે. તેઓ ૨૦૧૫ની બેચના આઇ.એ.એસ કેડરના અધિકારી છે.

અગાઉ તળાજામાં મદદનીશ કલેકટર પદે રહી ચુકયા છે. સતત ૪ાા માસ કાર્યકારી કલેકટર રહેવાનું માન તેમને મળ્યું છે.

(11:53 am IST)