Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

ગુજરાતમાં માત્ર ૨૦ ટકા લોકોએ જ લીધી છે કોરોનાની રસી : હાર્ડ ઇમ્યુનિટી માટે ૬૦ ટકા જરૂરી

અમદાવાદ તા. ૧૦ : કોરોના વાયરસ સામેના જંગમાં વેકિસન એ અમોધ શસ્ત્ર છે. જેના ભાગરૂપે દેશનો પ્રત્યેક નાગરિક કોરોના વિરોધી રસી લેવા માટે સરકાર દ્વારા અનુરોધ કરવામાં આવી રહ્યો છે. પરંતુ હાલ ગુજરાતમાં અનેક લોકો વેકિસનેશન સેન્ટરમાં જાય છે ત્યારે તેમને ત્યાંથી 'અત્યારે વેકિસનનો સ્ટોક નથી' તેવો જવાબ મળતા નિરાશ થઇને પરત ફરવું પડી રહ્યું છે. આ માટેનું કારણ એ છે કે ગુજરાત પાસે હવે વેકિસનના ૫,૦૧,૩૯૬ ડોઝ ઉપલબ્ધ છે. ગુજરાતને અત્યારસુધી વેકિસનના ૧.૪૨ કરોડ ડોઝ મળી ચૂકયા છે અને જેમાંથી તેણે ૧.૩૭ કરોડનો ઉપયોગ કરેલો છે.

ગુજરાતમાં રવિવારની સ્થિતિએ ૧,૦૩,૨૭,૫૫૬ વ્યકિતઓએ પ્રથમ ડોઝ જયારે ૩૨,૧૪,૦૭૯ વ્યકિતઓએ બીજા ડોઝની કોરોના વેકિસન લીધેલી છે. કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ઓકટોબર ૨૦૨૦ની સ્થિતિએ ગુજરાતની વસતી ૬.૯૪ કરોડ છે. ગુજરાતમાં ૧૬ જાન્યુઆરીથી રસીકરણનો પ્રારંભ થયો હતો અને અત્યારસુધી ૧.૩૫ કરોડ લોકો કોરોના રસીના ડોઝ લઇ ચૂકયા છે. આમ, ગુજરાતની કુલ વસતીના ૨૧% દ્વારા જ વેકિસનના ડોઝ લેવામાં આવ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા જારી કરવામાં આવેલા અનુમાન પ્રમાણે હર્ડ ઈમ્યુનિટી માટે વસતીના ૬૦%થી વધુ લોકો વેકિસન લઇ ચૂકયા હોય તે જરૂરી છે. વેકિસનના સૌથી વધુ ડોઝ બાકી હોય તેવા રાજયોમાં ઉત્ત્।ર પ્રદેશ ૮.૭૮ લાખ સાથે મોખરે, તામિલનાડુ ૬.૭૧ લાખ સાથે બીજા જયારે ગુજરાત ૫.૦૧ લાખ સાથે ત્રીજા સ્થાને છે. ગુજરાતને હજુ આગામી દિવસોમાં ૬,૪૮,૭૦૦ ડોઝ મળવાના છે. અત્યારસુધી દેશના જે રાજયમાં વેકિસનના સૌથી વધુ ડોઝ મળ્યા હોય તેમાં મહારાષ્ટ્ર ૧.૭૭ કરોડ સાથે મોખરે, રાજસ્થાન બીજા જયારે ગુજરાત ત્રીજા સ્થાને છે. ગુજરાતને અત્યારસુધી ૧,૪૨,૨૧,૭૯૦ ડોઝ મળેલા છે અને તેમાંથી ૧.૪૯% વેકિસન વેડફાયેલી છે. હાલની સ્થિતિએ ગુજરાતમાં ૧૦ લાખની વસતીએ સરેરાશ ૨ લાખ લોકો એવા છે જેમણે વેકિસનનો ઓછામાં ઓછો ૧ ડોઝ લીધો છે.

દેશના જે રાજયોમાં સૌથી વધુ લોકોને કોરોના રસી આપવામાં આવી હોય તેમાં મહારાષ્ટ્ર ટોચનો, રાજસ્થાન બીજો, ગુજરાત ત્રીજો, ઉત્ત્।ર પ્રદેશ ચોથો અને પશ્ચિમ બંગાળ પાંચમો ક્રમ ધરાવે છે. ગુજરાતમાં મે મહિનામાં વેકિસનેશનની ગતિ ધીમી પડી છે અને છેલ્લા ૮ દિવસમાં ૧૩.૨૭ લાખને કોરોના વેકિસન આપવામાં આવેલી છે. ગુજરાતના જે જિલ્લામાં સૌથી વધુ વેકિસનેશન થયું છે તેમાં ૧૮.૦૩ લાખ સાથે અમદાવાદ મોખરે, સુરત ૧૩.૦૫ લાખ સાથે બીજા અને વડોદરા ૯.૬૦ લાખ સાથે ત્રીજા સ્થાને છે. અત્યારસુધી ડાંગમાં સૌથી ઓછા ૪૩,૩૮૨ વ્યકિતનું રસીકરણ થયેલું છે. સરેરાશ ૧૦ લાખની વસતીએ જોવામાં આવે તો પોરબંદરમાં સૌથી વધુ ૩.૬૦ લાખ, મહીસાગરમાં ૩.૨૦ લાખ, અરવલ્લીમાં ૩ લાખ લોકો કોરોના વેકિસન લઇ ચૂકયા છે. આ પ્રમાણે જોવામાં આવે તો અમદાવાદમાં ૧૦ લાખની વસતીએ વેકિસન લેનારી વ્યકિતની સંખ્યા ૨.૫૦ લાખ છે.(૨૧.૮)

ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ વેકિસન અપાઇ?

જિલ્લો

વેકિસનના ડોઝ

અમદાવાદ

૧૮,૦૩,૯૭૧

સુરત

૧૩,૦૫,૧૧૫

વડોદરા

૯,૬૦,૮૮૧

રાજકોટ

૭,૩૧,૫૧૧

બનાસકાંઠા

૭,૨૪,૫૧૬

મહેસાણા

૫,૦૫,૫૬૬

આણંદ

૫,૦૧,૧૯૩

ભાવનગર

૫,૦૦,૦૬૮

દાહોદ

૪,૨૫,૪૩૦

ખેડા

૪,૨૧,૩૭૬

 

 

કયાં રાજય વેકિસન  ડોઝ કેટલો ઉપલબ્ધ ?

ઉત્તર પ્રદેશ

૮,૭૮,૩૩૦

તામિલનાડુ

૬,૭૧,૩૦૧

ગુજરાત

૫,૦૧,૩૯૬

હરિયાણા

૪,૭૮,૩૯૫

ઝારખંડ

૪,૬૧,૯૩૪

(11:54 am IST)