Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

પોરબંદરના રવી સેની, રાજકોટના પૂર્વ એસીપી ડો. હર્ષદ પટેલ,ડો. રાજદીપસિંહ ઝાલા સહિત દોઢ ડઝન અધિકારીઓને જવાબદારી સુપ્રત

તબીબી ડીગ્રી ધરાવતા આ અધિકારીઓ ગુજરાતભરના વિવિધ જિલ્લાઓના એસ.આર.પી.સ્ટાફને કોરોના લક્ષણ સમયે શું કરવું? ઘેર સારવાર લેવી કે હોસ્પિટલમાં તમામ તબીબ સલાહ ફોન પર ફટાફટ આપશે : એસપી લેવલના અધિકારીઓની તબીબી ડીગ્રીનો લાભ પણ હવે રાત દિવસ ફરજ બજાવતા અર્ધલશ્કરી દળને મળશે, મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા વધુ એક મનવતાવાદી પગલુ

રાજકોટ તા.૧૦, માનવતાવાદી વલણ માટે જાણીતા ગુજરાતના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા રાજ્ય પોલીસ તંત્રના તબીબ ડિગ્રી ધરાવતા દોઢ ડઝન જેટલા ઉચ્ચ અધિકારીઓને તેમના તબીબી જ્ઞાનનો લાભ જેમને ભાગ્યે જ કોઈ ઓળખે છે તેવા એસ.આર.પી. જવાનોને કોરોના જેવા લક્ષણો દેખાઈ તેવા સમયે તુરત મળે તેવી સુદ્રઢ વ્યવસ્થા ગોઠવતા અર્ધ લશ્કરી બળ જેવા એસ.આર.પી.જવાનોમાં હર્ષની લાગણી ફેલાવા પામી છે.

 ઉકત અધિકારીઓમા રાજકોટના પૂર્વ ડીસીપી અને હાલના પોરબંદર એસપી ડો. રવી સેની, રાજકોટ પૂર્વ એસીપી ક્રાઇમ ડો. હર્ષદ પટેલ, સાયબર ક્રાઇમ ક્ષેત્રે નવા કીર્તિમાન પ્રસ્થાપિત કરનાર વલસાડ એસપી ડો. રાજદીપસિંહ ઝાલા સહિત ૧૮ અફસરોની સમાવેશ છે, સુપ્રત જવાબદારીની વિગતો આ મુજબ છે. 

(૧) ડૉ. લીના એમ. પાટીલ પોલીસ અધિક્ષક, પંચમહાલ-ગોધરા ગોધરા, દાહોદ, એસ.આર.પી. જુથ-૦૪ - પાવડી અને જુથ-૦૫, ગોધરા ૯૯૭૮૪ ૦૫૦૭૭ (૨) ડૉ.કરણરાજ વાઘેલા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-ર અને વડોદર શહેર. વડોદરા (શહેર તેમજ જીલ્લો), છોટાઉદેપુર, જુથ-૦૧, વડોદરા તથા જુથ-૦૯, વડોદરા. ૯૯૭૮૪ ૦૮૯૭૬ (૩) ડૉ. સુધીર જે. દેસાઇ પોલીસ અધિક્ષક, વડોદરા ગ્રામ્ય, વડોદરા શહેર. નર્મદા, ભરૂચ, એસ.આર.પી. જુથ-૧૮, કેવડીયા કોલોની ૯૯૭૮૪ ૦૬૦૯૪ (૪) ડૉ. પાર્થસજસિંહ ગોહીલ પોલીસ અધિક્ષક, મહેસાણા. મહેસાણા, પાટણ, એસ.આર.પી. જુથ- ૧૫, મહેસાણા ૯૯૭૮૪ ૦૫૦૭૪,  (૫) ડૉ. રવી મોહન સૈની પોલીસ અધિક્ષક, પોરબંદર પોરબંદર, દેવભુમી દ્વારકા ૯૯૭૮૪ ૦૫૦૭૩ (૬) ડૉ. રવીન્દ્ર પટેલ નાયબ પોલીસ કમિદ્રર ઝોન-૧, અમદાવાદ શહેર. અમદાવાદ રૂરલ, ખેડા, એસ.આર.પી. જુથ-૦૭, નડીયાદ અને જુથ-ર૦, વિરમગામ ૯૯૭૮૪ ૦૫૦૬૨ (૭)ડૉ. લવિના વિ. સિન્હા, મદદનીશ પોલીસ અધિક્ષક, વિરમગામ.  સુરેન્દ્રનગર, ભાવનગર   ૯૯૮૭૪ ૦૭૦૮૦ (૮) ડૉ. રાજદિપસિંહ એન. ઝાલા, પોલીસ અધિક્ષક, વલસાડ વલસાડ, નવસારી, સુરત ગ્રામ્ય, એસ.આર.પી. જુથ-૧૦, રૂપનગર-  વાલીયા   ૯૯૭૮૪ ૦૫૦૮૫  (૯) ડૉ, હર્ષદ કે. પટેલ, મદદનીશ પોલીસ અધિક્ષક, કંટ્રોલ રૂમ, અમદાવાદ. અમદાવાદ શહેર, એસ.આર.પી. જુથ- ૦૨, અમદાવાદ ૯૯૭૮૪ ૦૫૦૯૩ (૧૦) ડૉ. હરપાલસિંહ એમ.જાડેજા, સેનાપતિ, રા.અ.પો.દળ જુથ-૧૨, ગાંધીનગર, ગાંધીનગર, સાબરકાંઠા, એસ.આર.પી.  જુથ-૧૨, ગાંધીનગર અને જુથ-૦૬  મુડેટી,  ૯૯૭૮૪ ૦૫૩૩૪ (૧૧) ડૉ. હાર્દિક એસ. માકડિયા, નાયબ પોલીસ અધિક્ષક, સાઇબર ક્રાઇમ, વડોદરા શહેર. આણંદ, ગીર સોમનાથ ૮૫૮૬૦ ૭૩૨૧૩, (૧૨) ડૉ. જીજ્ઞેશકુમાર જે. ગામીત નાયબ પોલીસ અધીક્ષક, એસ.સી./એસ.ટી. સેલ, ડાંગ ડાંગ, તાપી, એસ.આર.પી. જુથ-૧૪, કલગામ ૯૪૨૬૧ ૫૧૦૯૧, (૧૩) ડૉ. કાનન એમ. દેસાઇ, વિભાગીય પોલીસ અધિકારી, લીમખેડા- દાહોદ અમરેલી, બોટાદ ૯૯૭૮૪ ૦૮૨૦૫, (૧૪) ડૉ. કિરણ કે. ઠાકુર, નાયબ પોલીસ અધિકારી, એસ.સી./એસ.ટી. સેલ, જુનાગઢ.  જુનાગઢ, રાજકોટ ગ્રામ્ય, એસ.આર.પી. જુથ-૮ ગોંડલ અને જુથ- ૨૧ બેડી (હાલ કેમ્પ- ગોડંલ) ૮૫૧૧૧ ર૦૧૭૫,  (૧૫) ડૉ. કુશલ આર. ઓઝા, ૩ર વિભાગીય પોલીસ અધિકારી, ડિસા - બનાસકાંઠા, બનાસકાંઠા કચ્છ (પુર્વ અને પશ્ચિમ) એસ.આર.પી. જુથ-૦૩, મડાણા અને એસ.આર.પી. જુથ-૧૬, ભચાઉ, ૮૯૮૦૪ ૯૯૭ર૭, (૧૬)ડૉ. સાગર બી. સાંબડા, મદદનીશ પોલીસ કમિશ્નર, ઇ-ડીવીઝન, અમદાવાદ શહેર. જામનગર, મોરબી, એસ.આર.પી. જુથ-૧૭, ચેલા-જામનગર, ૯૦૧૬૦ ૫૦૦૦૦ , (૧૭) ડો. સંજય એમ. શર્મા, નાયબ પોલીસ અધિકારી, કંટ્રોલ રૂમ, પો.મહા. અને મુ.પો.અધિ.શ્રીની કચેરી, ગાંધીનગર. રાજકોટ શહેર, સુરત શહેર, એસ.આર.પી. જુથ-૧૩, રાજકોટ અને જુથ-૧૧, વાવ-સુરત ૯૯૦૮૪ ૦૮૧૦૦  (૧૮) ડૉ. હાર્દિકકુમાર એન. પ્રજાપતિ, નાયબ પોલીસ અધિક્ષક, મહિસાગર, અરવલ્લી ૯૯૨૪૬ ૩૮૬૭૮

(1:12 pm IST)