Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

શનિવારથી ફરી ગરમીનું જાર વધશે : પારો ૪૨થી ૪૪ ડિગ્રીની રેન્જમાં

દેશના ઘણા વિસ્તારોમાં વરસાદ પડશે, તા.૧૬-૧૭ આસપાસ દક્ષિણ અરબી સમુદ્રમાં સિસ્ટમ્સ બનશે, જે મુખ્યત્વે ઉત્તર તરફ ગતિ કરશે : તા.૧૪ થી ૧૭ (શુક્રથી સોમ) વાદળોનું પ્રમાણ ઘટશે, તા.૧૫થી ૧૭ (શનિથી સોમ) રાત્રીના સમયે પણ ઠંડકનો અહેસાસ નહિં થાય : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૧૦ : આ સપ્તાહના અંતમાં ફરી ગરમીનું જાર વધશે. મહત્તમ તાપમાન ૪૨ થી ૪૪ ડિગ્રીની રેન્જમાં આવી જશે. તા.૧૫ થી ૧૭ દરમિયાન રાત્રીના સમયે પણ ઠંડકનો અહેસાસ નહિં થાય. ત્યારે દેશના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ હતું કે, છેલ્લા બે દિવસથી ગરમીનું પ્રમાણ અમુક સેન્ટરોમાં ૪૩ ડિગ્રીથી ઉપર થઈ ગયુ છે. હાલમાં નોર્મલ મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી ગણાય. જેમ કે અમદાવાદમાં ગઈકાલે ૪૩.૧, અમરેલી ૪૨.૨, વલ્લભ વિદ્યાનગર ૪૨, રાજકોટ ૪૧.૮, ગાંધીનગર ૪૧.૮, વડોદરા ૪૧.૪ અને કંડલા ઍરપોર્ટ ૪૦.૮. જનરલ ગરમીનું પ્રમાણ સૌરાષ્ટ્ર - કચ્છ કરતા ગુજરાત તરફ વધુ રહે છે. છેલ્લા એક સપ્તાહમાં માવઠાનું પ્રમાણ પણ વધુ દિવસોમાં જાવા મળેલ.

અશોકભાઈ પટેલે તા.૧૦ થી ૧૭ મે સુધીની આગાહી કરતાં જણાવેલ કે, આ આગાહીના દિવસો દરમિયાન પવન મુખ્યત્વે નોર્થ વેસ્ટ અને વેસ્ટના રહેશે. પવનની ઝડપ તા.૧૦ થી ૧૪ દરમિયાન ૧૫ થી ૩૦ કિ.મી. રહેશે. ત્યારબાદ પવનનું જાર ઘટશે.  તા.૧૪ મે સુધી મહત્તમ તાપમાન નોર્મલ નજીક એટલે કે ૪૦ થી ૪૨ ડિગ્રીની રેન્જમાં રહેશે. તા. ૧૫ થી ફરી ગરમી વધવાનું શરૂ થશે. તા. ૧૬-૧૭ દરમિયાન મહત્તમ તાપમાન ૪૨ થી ૪૪ ડિગ્રીની રેન્જમાં આવી જશે.

હાલ વાદળોનું પ્રમાણ જાવા મળે છે. જે તા.૧૪ થી ૧૭ વાદળોનું પ્રમાણ ઘટી જશે. હાલમાં બપોરે ગરમી હોવા છતા રાત્રીના વાતાવરણ ઠંડુ થઈ જાય છે. પરંતુ તા.૧૫-૧૬-૧૭ના રાત્રીના પણ ઠંડક જાવા મળશે નહિં.

એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમ હિમાલયા અને નોર્થ વેસ્ટ ઈન્ડિયામાં છે. જેથી તા.૧૧ થી ૧૩ દરમિયાન વરસાદ પડશે. ત્યારબાદ હિમાચલ અને ઉત્તરાંચલમાં પણ વરસાદ પડશે. એક ટ્રફ આસામ સુધી અને બીજા ટ્રફ કર્ણાટક તરફ જાય છે. દેશના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

આગાહી સમયના છેલ્લા બે દિવસ એટલે કે તા. ૧૬-૧૭ આસપાસ દક્ષિણ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ્સ બનશે. આ સિસ્ટમ્સ શરૂઆતમાં મુખ્યત્વે ઉત્તર બાજુ ગતિ કરશે

 

(3:06 pm IST)