Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

ઘરે માતા અને ઓફીસમાં કલેકટરઃ બેવડી જવાબદારી સુપેરે નિભાવતા શાલીની અગ્રવાલ

બાળકો સામે આવતાની સાથે જ ભુલી જાવ છું કે હું કલેકટર છું: વડોદરા કલેકટર શાલીની અગ્રવાલ : કોરોનાની તમામ વ્યવસ્થા પણ કરતાની સાથે દરરોજ સવારે બાળકોની દિનચર્યા નકકી કરવી, નાસ્તો કરવો અને બપોરે બાળકો સાથે જમવાનું નકકી

વડોદરા તા. ૧૦: સવા વર્ષથી ચાલી રહેલ કોરોના મહામારી દરમિયાન કોર્પોરેશન જીલ્લા પંચાયત અને નગરપાલીકાની ચુંટણી સમયે વ ડોદરા જીલ્લા કલેકટર શાલીની અગ્રવાલે ડયુટી નિભાવવાની સાથે બન્ને બાળકોની સંભાળ અને પ્રેમ આપવામાં પણ કોઇ કસર બાકી નથી રાખી.

તેમના જણાવ્યા મુજબ તેમના બાળકો પાસે એક જ માતા છે, બાળકો સામે આવતા જ ભુલી જાય છે કે તેઓ કલેકટર છે. શાલીની અગ્રવાલ કોરોનાની વ્યવસ્થાની સાથે બાળકોની પણ પુરી કાળજી રાખી રહ્યા છે તેમને ૭ વર્ષના પુત્ર અર્થવ અને પ વર્ષની પુત્રી આદ્દીકાછે. હાલ તેઓ ૧પ કલાક જેટલું કામ કરી રહ્યા છે, જેથી બાળકોને વધુ સમય નથી આપી શકતા પણ જેટલો આપી શકું છું એ બાળકો માટે જ છે.

શાલીની અગ્રવાલે જણાવેલ કે સવારે નિકળતા પહેલા બાળકોની દિનચર્યા બનાવું છું. જમવા અને ભણવા સિવાય પણ અમુક કામ બાળકો માટે નકકી કરે છે. જો કે કોરોનાના લીધે બાળકો ઘરે જ પોતાના શોખ પુરા કરે છે ઓફીસથી ઘરે આવ્યા બાદ તેઓ બાળકો સાથે ગાર્ડનમાં ફરે છે, તેમને સ્કેટીંગ કરાવે છે. ભણવા સાથે બન્ને બાળકોને ઇત્તર પ્રવૃતિ પણ કરાવે છે.

પુત્ર અર્થવ બોલીવુડ ડાન્સ શીખે છે તો પુત્રી આદ્દીકા ભરત નાટયમ દરરોજ સવારે તેઓ બાળકો સાથે જ નાસ્તો અને બપોરે જમે પણ સાથે જ છે, પણ રાત્રી ભોજન શકય નથી. જેથી તેઓ થોડા દુઃખી પણ છે. શાલીની અગ્રવાલે જણાવેલ કે બાળકો સાથે હંમેશા સકારાત્મક વાતો જ કરવી જોઇએ અને તેમની સાથે સમય પસાર કરવો જોઇએ.

(3:20 pm IST)