Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

સુરતના મોટા વરાછામાં પરપ્રાંતીય પરિવારની વિધવા મહિલાની એકલતાનો લાભ લઇ અશ્લીલ હરકત કરનાર નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: શહેરના મોટા વરાછા વિસ્તારમાં રહેતી પરપ્રાંતિય પરિવારની વિધવા મહિલાની એકલતાનો લાભ લઇ રૂમમાં ઘુસી જઇ અશ્લીલ હરકત કરનાર કૌટુંબિક સબંધી વિરૂધ્ધ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાય છે.
મૂળ મહારાષ્ટ્રની ભાવના (.. 25 નામ બદલ્યું છે) ના પતિનું અકસ્માતમાં મૃત્યુ થતા 6 વર્ષની પુત્રી સાથે મોટા વરાછા વિસ્તારમાં જેઠ-જેઠાણી સાથે રહે છે. ગત રાત્રે જેઠ કામ અર્થે બહાર ગયા હતા અને જેઠાણી તેમના રૂમમાં હતી. તે દરમિયાન કૌટુંબિક સબંધી મુકેશ ભાષ્કર હેન્ડે (રહે. ભવાની સર્કલ, વરાછા) વ્હેલી સવારે 3 વાગ્યાના અરસામાં અચાનક ઘરમાં ઘુસી ગયો હતો. વર્ષની પુત્રી સાથે રૂમમાં નિંદ્રાધીન ભાવનાના ગાલ અને છાતીના ભાગે હાથ ફેરવી અશ્લીલ હરકતો કરી હતી. જેથી ભાવનાની આંખ ખુલી જતા તે ચોંકી ગઇ હતી અને બુમાબુમ કરતા મુકેશ ભાગી ગયો હતો. બુમાબુમ થતા જેઠાણી ભાવનાના રૂમમાં દોડી આવી હતી અને ઘટના અંગે પરિવારના અન્ય સભ્યોને જાણ કર્યા બાદ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે છેડતીનો ગુનો નોંધી કૌટુંબિક સબંધી મુકેશની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

(5:45 pm IST)