Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

નડિયાદ:ખેડા એલ.સી.બી એ પારસ સર્કલ નજીક નવા માખણપુરા નજીક બાતમીના આધારે દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

નડિયાદ : ખેડા એલ.સી.બી ટીમે શહેરના પારસ સર્કલ પાસે આવેલ નવા માખણપુરા પાસે બાતમી આધારિત સ્થળે દરોડો પાડી વિદેશી દારૂ ઝડપી પાડયો છે. બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે બે વ્યક્તિઓ વિરુધ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાસર નડિયાદ એલ.સી.બી ટીમ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે બપોરના સમયે પેટ્રોલિંગમાં નિકળી હતી તે સમયે બાતમી મળી હતી કે શહેરના નવા માખણપુરામાં રહેતા મયુરભાઇ ઉર્ફે લાલો દિલીપભાઇ જયસ્વાલ પોતાના રહેઠાણના મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ચોરી છુપીથી લાવી સંતાડી રાખ્યો છે.જે બાતમી અનુસંધાને પોલીસ ટીમે દરોડો પાડયો હતો.તે સમયે એક વ્યક્તિ ઘરમાં રહેલ તિજોરીની પાછળથી કાંઇક કાઢી રહ્યો હતો.પોલીસ ટીમને શંક જતા પોલીસ ટીમ તલાસી લેતા તિજોરી પાછળ દિવાલમાં ખાનુ બનાવી  ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ- કિ.રૂા.૩૬૦૦ નો મૂદ્દામાલ જપ્ત કર્યો હતો. બનાવ અંગે પોલીસ ટીમે મયુરભાઇ દિલીપભાઇ જયસ્વાલની પૂછપરછ કરતા વિદેશી દારૂ મહિપતસિંહ મનુભાઇ ચૌહાણે આપ્યો હોવાનુ જણાવ્યુ હતુ. બનાવ અંગે ખેડા એલ.સી.બી ટીમે મયુરભાઇ દિલીપભાઇ જયસ્વાલ અને મહિપસિંહ મનુભાઇ ચૌહાણ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

 

(5:47 pm IST)