Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની આગવી જન સેવા સમર્પિત સંવેદનશીલ ભાવના

કોરોનાના કપરા સમયમાં ધારાસભ્ય તરીકેની પોતાની સંપૂર્ણ ગ્રાન્ટના દોઢ કરોડ રૂપિયા રાજકોટમાં પી.ડી.યુ. હોસ્પિટલને ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરવા આપ્યા

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસના હાલના સંક્રણકાળમાં કોરોના સંક્રમિતોની સારવાર- સેવાનો આગવો ઉદાત જન સેવા સમર્પિત ભાવ દર્શાવ્યો છે.

મુખ્યમંત્રીએ ધારાસભ્ય તરીકે તેમને મળતી વિકાસ કામોની રૂપિયા દોઢ કરોડની સંપૂર્ણ ગ્રાન્ટ કોરોના સંક્રમિતોની સારવારના ઉપયોગ માટે ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરવા રાજકોટની પંડિત દિનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલને ફાળવી આપી છે
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, મુખ્યમંત્રીએ તાજેતરમાં કોર કમિટીની બેઠકમાં દરેક ધારાસભ્યોએ પોતાની ધારાસભ્ય ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા 50 લાખ રૂપિયા કોરોના કોવિડની સારવાર માટે અદ્યતન સાધન સામગ્રી ખરીદવા આપવા તેવો નિર્ણય કરેલો છે.
એટલુંજ નહીં, જો કોઇ ધારાસભ્ય ઇચ્છે તો આવા સાધનો ખરીદવા પોતાની સંપૂર્ણ MLA ગ્રાન્ટ પણ આપી શકશે તેવી જોગવાઇ પણ કરેલી છે
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ કોરોના ના આ કપરાકાળમાં જન સેવા દાયિત્વનો પહેલરૂપ અભિગમ અપનાવી ધારાસભ્ય તરીકેની પોતાની સંપૂર્ણ એટલે કે રૂપિયા દોઢ કરોડની ગ્રાન્ટ રાજકોટની PDU હોસ્પિટલને ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરવા આપી અન્યો માટે પ્રેરણારૂપ દ્રષ્ટાંત પૂરૂ પાડ્યું છે

(8:20 pm IST)