Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

અમદાવાદમાં કોરોના ધીમો પડતા ખાનગી-સરકારી હોસ્પિટલમાં ક્રિટીકલ કેરના 1407 બેડ ખાલી

ડેઝિગ્નેટેડ 174 ખાનગી હસ્પિટલમાં 644 બેડ ખાલી છે. 242 નર્સિંગ હોમમાં 452 બેડ ખાલી છે

અમદાવાદ :અમદાવાદમાં કોરોના ધીમો પડતા તેની અસર કોરોનાના બેડ પર પણ દેખાઈ રહી છે. શહેરમાં એક પણ બેડ ખાલી ના હોય તેવી પણ સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે હાલ શહેરમાં 1407 બેડ ખાલી છે. નાગરિકો માટે આ રાહતના સમાચાર છે.

કેસો વધવાને કારણે સિવિલ હોસ્પિટલમાં કિલોમીટર લાંબી લાઈન થતી હતી. હવે એમાં પણ રાહત જોવા મળી રહી છે. એક સમયે તો સોલા સિવિલમાં બેડ ભરાઈ જવાને કારણે તાળા પણ મારવા પળ્યા હતા. હવે રાહત જોવા મળી રહી છે.

શહેરમાં ઓક્સિજન અને આઇસીયુ બેડની હાલત નીચે મુજબ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત SVP હોસ્પિટલ 12 એલ.જી હોસ્પિટલમાં 16 બેડ અને શારદાબેન હોસ્પિટલમાં 16 બેડ અને વી. એસ. હોસ્પિટલમાં 8 બેડ ખાલી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડેઝિગ્નેટેડ 174 ખાનગી હસ્પિટલમાં 644 બેડ ખાલી છે. 242 નર્સિંગ હોમમાં 452 બેડ ખાલી છે.

આ ઉપરાંત 6 સિવિલ હોસ્પિટલમાં 242 બેડ ખાલી છે. ESIC હોસ્પિટલમાં 17 બેડ ખાલી છે . શહેરમાં આઇસીયુ અને ઓક્સિજનના ટોટલ 9727 બેડ છે જેમાંથી 8320 બેડ ભરાયેલા છે. જ્યારે 1407 બેડ ખાલી છે.

(10:12 pm IST)