Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

અમદાવાદમાં ડ્રાઇવ થ્રૂ વેક્સિનને સારો પ્રતિસાદ : હવે નિકોલ AMC ગ્રાઉન્ડમાં ડ્રાઈવ થ્રૂ વેક્સિન શરૂ

પશ્ચિમ વિસ્તારમાં મળેલા સારા પ્રતિસાદ બાદ પૂર્વ વિસ્તારમાં પણ ડ્રાઈવ થ્રૂ વેક્સિનેશન શરૂ

અમદાવાદ: કોરોનાને હરાવવા વેક્સિન ખૂબ જરૂરી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોશિયલ ડિસ્ટન્સ સાથે વેક્સિન માટે ડ્રાઈવ થ્રૂ વેક્સિનની શરૂઆત કરવામાં આવી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 3 દિવસ પહેલા નવરંગપુરા સ્ટેડિયમ તેમજ ડ્રાઈવઈન સિનેમા ખાતે ડ્રાઇવ થ્રૂ વેક્સિનને સારો પ્રતિસાદ મળ્યા બાદ નિકોલ AMC ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રૂ વેક્સિન શરૂ કરવામાં આવી.

પશ્ચિમ વિસ્તારમાં મળેલા સારા પ્રતિસાદ બાદ શહેરના પૂર્વ વિસ્તારમાં પણ ડ્રાઈવ થ્રૂ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા નિકોલમાં ડી માર્ટ પાસે આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગ્રાઉન્ડમાં આવતીકાલથી ડ્રાઈવ થ્રૂ વેક્સિનેશન શરૂ કરવામાં આવશે.

વેક્સિનેશન માટે 45 વર્ષથી વધુ ઉંમર નાગરિકો સ્થળ પર રજિસ્ટ્રેશન કરાવીને વેક્સિનનો ડોઝ લઈ શકશે.નાગરિકોએ પોતાનુ આધાર કાર્ડ લઈને જવાનું રહેશે.વેક્સિનનો સમય સવારે 9 થી સાંજે 5 વાગ્યાનો રહેશે.

(10:19 pm IST)