Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

વડોદરા ગ્રામ્‍ય એસઓજીએ અધધધ ૬૮.૭૬ લાખના માદકપદાર્થ પોશડોડાનો જથ્‍થો પકડયો

પીઆઇ જે. એમ. ચાવડા, પીએસઆઇ મહાવીરસિંહ બી. જાડેજા અને ટીમને સફળતાઃ રાજસથાની શખ્‍સ ચોખાના બાચકાની આડમાં ટ્રકમાં જથ્‍થો છુપાવી ઝારખંડથી લાવ્‍યો હતોઃ જોધપુરના ઉદારામે મોકલ્‍યો હતો

રાજકોટઃ વડોદરાના વેમાલી ગામની સીમમાં સિધ્‍ધાર્થ એનેક્‍સી કોમ્‍પલેક્ષ નજીક કમ્‍પાઉન્‍ડમાં વડોદરા ગ્રામ્‍ય એસઓજીની ટીમે દરોડો પાડી અધધધ રૂા. ૬૮,૭૬,૧૫૦નો ૨૨૯૨ કિલો ૫૦ ગ્રામ માદકપદાર્થ પોશડોડા ભરેલા ૧૩૫ થેલા કબ્‍જે કરી એક ટ્રક, ચોખાની બોરીઓ, મોબાઇલ, રોકડા, જીપીએસ ડિવાઇસ મળી કુલ રૂા. ૮૦,૮૩,૫૫૦નો મુદ્દામાલ કબ્‍જે કરી રાજસ્‍થાનના જોધપુરના શેરગઢ તાબેના કિશોરનગરના ઇશ્વરસિંહ ગજેન્‍દ્રસિંહ રાજપૂતની ધરપકડ કરી છે. જ્‍યારે જોધપુરના ફલોદી તાબેના કોલુ પાગુજી ગામના ઉદારામનું આ જથ્‍થો મોકલનાર તરીકે નામ ખુલ્‍યું છે. વડોદરા વિભાગના પોલીસ વડા સંદિપસિંહ, અધિક્ષક રોહન આનંદની સુચના હેઠળ ઇન્‍ચાર્જ પોલીસ અધિક્ષક બી. એચ. ચાવડાના માર્ગદશન હેઠળ પીઆઇ જે. એમ. ચાવડા, પીએસઆઇ મહાવીરસિંહ બી. જાડેજા અને ટીમે આ સફળતા મેળવી છે. ઇશ્વરસિંહ રાજપૂત ઝારખંડ રાજ્‍યમાંથી ટ્રકમાં ચોખાના બાચકાની આડમાં પોશડોડાનો જથ્‍થો છુપાવી ગુજરાતમાં લાવ્‍યો હતો. વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.

(3:53 pm IST)