Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

રિલાયન્‍સ નિપ્‍પોન લાઇફના પોલીસી ધારકોએ FY૨૩ માટે ૩૪૪ કરોડ બોનસ મેળવ્‍યું

(કેતન ખત્રી) અમદાવાદઃ રિલાયન્‍સ નિપ્‍પોન લાઇફ ઇન્‍સ્‍યોરન્‍સ કંપની લિમીટેડએ પોતાના પોલિસીધારકો માટે એફવાય૨૩ માટે રૂ. ૩૪૪ કરોડનું કુલ બોનસ જાહેર કર્યુ છે. કંપનીએ એફવાય૨૦૨૩માં નાણાંકીય પર્ફોમન્‍સ હાંસલ કરતા રૂ. ૧૦૮ કરોડનો કરવેરા બાદનો નફો હાંસલ કર્યો છે (જ્‍ળ્‍૨૨ સામે ૬૫% વૃદ્ધિ).આ ઘોષણા અનુસાર દરેક પાર્ટિસિપેટીંગ પોલિસીઓના રિવર્શનરી બોનસ જે ૩૧ માર્ચ ૨૦૨૩ના અનુસાર ઘોષણા સાથે જમા કરાવી દેવામાં આવ્‍યુ છે.

રિવર્ઝનરી બોનસ સાથેની પોલિસીઓ માટે, આનાથી ડેથ અને મેચ્‍યોરિટી પર ગેરંટીડ લાભો વધશે. આ બોનસ વર્ષ FY૨૩ માટે કંપનીના પાર્ટિસિપેટીંગ પોલિસીધારકોના ભંડોળ દ્વારા પેદા થયેલા નફામાંથી ચૂકવવામાં આવે છે. આ બોનસ ઇશ્‍યુ કરવાથી રિલાયન્‍સ નિપ્‍પોન લાઇફના ૫,૬૯,૦૦૦ પાર્ટિસિપેટીંગ પોલિસીધારકોને ફાયદો થશે. કંપની છેલ્લા ૨૨ વર્ષથી નિયમિતપણે બોનસ જાહેર કરી રહી છે કારણ કે આ બોનસ ગ્રાહકોને તેમના પ્રીમિયમની નિયમિત ચૂકવણી કરવા અને સમગ્ર પોલિસી મુદત માટે રોકાણમાં રહેવા માટે પ્રોત્‍સાહન તરીકે સેવા આપે છે. તેમ રિલાયન્‍સ નિપ્‍પોન લાઇફ ઇન્‍શ્‍યોરન્‍સના ઇડી અને સીઇઓ શ્રી આશિષ વોહરાએ યાદીમાં જણાવ્‍યું હતું

(4:41 pm IST)