Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

સણદ્રા ગામમાં કૌટુંબિક સાળા બનેવી વચ્ચે બોલાચાલી થતા ખલના હાથા વડે જીવલેણ હુમલો કરતા ફરીયાદ થઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના સણદ્રા ગામમાં નજીવી બાબતે સાળા બનેવી વચ્ચે માથાકૂટ થતાં જીવલેણ હુમલામાં બનેવીને ઇજાઓ થઈ છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર રામગોપાલ રામદાસ વર્મા( રહે. મથુરા(UP) હાલ રહે. સણદ્રા)  ની ફરીયાદ મુજબ તેમના કૌટૂમ્બીક સાળા શનાભાઇ પાંચીયાભાઇ વસાવા (રહે. સણદ્રા) એ પોતાના વાડામાં જમરૂખનુ ઝાડ ઉગાડેલ તેની ડાળીઓ બનેવી રામગોપાલે કાપી નાંખતા જણાવ્યુ કે જમરૂખના ઝાડની ડાળીઓ કેમ કાપી નાંખેલ તેમ કહેતા સાળા એ બનેવીને લોખંડના ખલના હાથા (બટ્ટો) માથામાં ત્રણ ફટકા મારી તથા બરડાના ભાગે મારી જીવલેણ ઈજાઓ પહોચાડી મારી નાંખવાની કોશિષ કરી હોય આમલેથા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:46 pm IST)