Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

રાજ્યમાં ફરી કોરોના વેક્સિનેશનની કામગીરી શરૂ :સ્ટોક નહિ હોવાથી ત્રણ દિવસ રસીકરણ હતું બંધ

અમદાવાદને 30 હજાર રસીનો ડોઝ અને રાજકોટને પણ 8 હજાર ડોઝ ફાળવ્યા

અમદાવાદ : ત્રણ દિવસ બાદ રાજ્યમાં આજે ફરી કોરોના વેક્સિનેશનની કામગીરીનો પ્રારંભ થઈ રહ્યો છે. રાજ્ય સરકારે અમદાવાદને 30 હજાર રસીનો ડોઝ આપ્યો છે. અત્યાર સુધી અમદાવાદ મનપાને રસીના બે દિવસના એડવાંસ સ્ટોક મળી જતો હતો. પરંતુ છેલ્લા ઘણા સમયથી રસીનો મર્યાદિત સ્ટોક આવતો હોવાથી રોજેરોજના સ્ટોક આવી રહ્યાં છે. અમદાવાદ મહાનગરપાલિકાને આજના દિવસ માટે 30 હજાર ડોઝ આપ્યા છે. આજે અમદાવાદના 143 રસી કેંદ્રો પર 320 ટીમો રસીકરણની કામગીરીમાં જોડાશે.

આ તરફ રાજકોટને પણ આઠ હજાર ડોઝ ફાળવવામાં આવ્યા છે. રાજકોટમાં આજે 80 રસી કેંદ્રો પર વેક્સિનેશનની કામગીરી કરવામાં આવશે. તો સુરતમાં પણ 105 રસી કેંદ્રો પર વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.

જો કે, દરેક સેંટર પર માત્ર 120 નાગરિકોને જ રસી આપવામાં આવશે. તો પહેલા અને બીજા ડોઝ માટે અલગ અલગ વેક્સિનેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. વિદેશ જનારા લોકો માટે વરાછા અને રાંદેર ઝોનમાં વ્યવસ્થા કરાઈ છે.

(10:21 am IST)