Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

હવે ડાંગ પછી પાટણ જિલ્લો પણ કોરોનામુક્ત બન્યો

કોરોનાની બીજી લહેર પછી ડાંગ અને પાટણ એમ બે જિલ્લા કોરોનામુક્ત થયા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ધીમે ધીમે શાંત પડી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં દૈનિક કેસો 100ની અંદર આવી ગયા છે. ત્યારે રાજ્યના લોકો માટે વધુ એકવાર રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે ડાંગ પછી પાટણ જિલ્લો પણ કોરોનામુક્ત બન્યો છે. આમ, હવે કોરોનાની બીજી લહેર પછી ડાંગ અને પાટણ એમ બે જિલ્લા કોરોનામુક્ત થયા છે.

 

(11:59 am IST)