Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

અમને પણ રેગ્યુલર વિદ્યાર્થીઓની જેમ માસ પ્રમોશન આપો ' ની માંગણી સાથે રીપીટર્સ વિદ્યાર્થીના ઘરણા

ગાંધી આશ્રમમાં આવેલા હૃદય કુંજની સામે 100 થી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓ વિરોધ પ્રદર્શન પર બેસ્યા: પોલીસે અટકાયત કરી

અમદાવાદ : ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયુ નથી. તેમના પરીક્ષાઓ રાબેતા મુજબ યોજાશે. ત્યારે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે મોટી સંખ્યામાં રિપીટર્સ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ એકઠા થઈ માસ પ્રમોશનની માંગણી કરી હતી. ગાંધી આશ્રમમાં આવેલા હૃદય કુંજની સામે 100 થી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓ વિરોધ પ્રદર્શન પર બેસ્યા હતા. વિરોધ કરી રહેલા શિક્ષક અજય વાઘેલાની પોલીસે અટકાયત કરી હતી. તેમજ અન્ય કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરી ટોળું વિખેરવામાં આવ્યું હતું

  વિદ્યાર્થીઓને ચર્ચા કરતા ગાંધી આશ્રમમાં પોલીસ દ્વારા રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શિક્ષક અને વિદ્યાર્થી નેતા એવા અજય વાઘેલાએ કહ્યું કે, અમે વિદ્યાર્થીઓને સમજાવી રહ્યા છીએ. એમનો જે હક્ક છે એ મુજબ એમને ન્યાય મળવો જોઈએ. સમાનતાના અધિકાર હેઠળ, વિદ્યાર્થીઓ વચ્ચે ભેદભાવ યોગ્ય નથી. તો બીજી તરફ, વિદ્યાર્થીઓએ પણ ઝી 24 કલાક સાથે વાત કરતા કહ્યું કે અમને પણ રેગ્યુલર વિદ્યાર્થીઓની જેમ માસ પ્રમોશન મળવું જોઈએ. ત્રીજી લહેરનો ભય છે, એવામાં પરીક્ષા હાલ યોજવી યોગ્ય નથી

(12:27 pm IST)