Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

શું કરવું, શું ન કરવું? રથયાત્રા બંદોબસ્તમાં સામેલ હજારો સ્ટાફને એક સાથે સુકાની એવા સીપી દ્વારા માર્ગદર્શન

સંજય શ્રીવાસ્તવ દ્વારા હેડ કવાટર ખાતે બ્રિફિંગ પૂર્ણ કરી તુરત રિહર્સલ માટે સજ્જઃ મહત્વના અધિકારીઓને વૉકીટોકી અપાયા : રથોની સુરક્ષા જવાબદારી સાથે ચાલીને થશેઃ એડી.પોલીસ કમિશનર ક્રાઈમ પ્રેમવીર સિંહ અને ડીસીપી ક્રાઇમ ચૈતન્ય માંડલિક ટીમ અને ચેતક કમાન્ડો સંભાળશે : ધાબા પોઇન્ટ એકિટવ,ઉચ્ચ પોલીસ અધિકારીઓને વોકી ટોકી અપાયા.મીની કન્ટ્રોલ રૂમ સાથે મુખ્ય કન્ટ્રોલ રૂમ જોડાયું. ડીસીપી ડો.હર્ષદ પટેલને મહત્વની જવાબદારી : નો ડ્રોન જાહેર,આઇબી વડા અનુપમસિહ ગહેલોત તમામ ઈનપૂટ મેળવે છેઃ રથયાત્રા બંદોબસ્તની અથથી ઇતિ સુધીની રસપ્રદ માહિતી 'અકિલા' સાથે એડી.પોલીસ કમિશનર રાજેન્દ્ર અસારી વર્ણવે છે

રાજકોટ તા. ૧૦,   અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા આડે હવે ગણત્રીના કલાકો બાકી રહ્યા છે ત્યારે રિહર્સલ સહીતનો ધમધમાટ ચાલી રહ્યો છે,ખૂદ ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા,મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા અને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિત તમામ જવાબદાર અઘિકારીઓ દ્વારા ૫૦ જેટલા વાહનના કાફલા સાથે નિરીક્ષણ કરી તમામ બાબતોની જાત માહિતી મેળવી હતી.

 પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ મહત્વની જવાબદારી સંભાળતા એડી.પોલીસ કમિશનર રાજેન્દ્ર અસારી દ્વારા 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવેલ કે પોલીસ હેડ કવાટર ખાતે બંદોબસ્તમાં જોડાયેલ તમામ અધિકારીઓને પોલીસ કમિશનર સંજયશ્રી વાસ્તવ દ્વારા બંદોબસ્ત અંગે ઝીણવટભર્યું માર્ગદર્શન આપવા સાથે કોઈ મૂંજવતા પ્રશ્ન હોય તો તે બાબતે પણ સરળ રીતે સમજણ આપશે. આજ રીતે આજે ગ્રાન્ડ રિહર્સલ થશે જેનું સુપરવિઝન પણ ખૂબ અનુભવી એવા સુકાની સંજય શ્રીવાસ્તવ જાતે સંભાળશે.

  મહત્વના ઉચ્ચ અધિકારીઓને વોકી ટોકી ફાળવવામાં આવશે, આ ઉપરાંત ધાબા પરથી સતત નિરીક્ષણ કરતા જવાનોને પણ મહત્વના સાધનોથી સજ્જ કરી નાના કન્ટ્રોલ રૂમ મેઈન કન્ટ્રોલ રૂમ સાથે કનેકટ કરવામાં આવશે.

 રથ યાત્રા પ્રસંગે પોલીસ તંત્ર સિવાય અન્ય કોઈ લોકો આ દિવસે પોતાના ડ્રોન આકાશમાં તરતા નહિ મૂકી શકે તે પ્રકારનું જાહેરનામું બહાર પાડ્યું છે.

  રથયાત્રા માટે ખૂબ મહત્વના મનાતા રથ યાત્રા સાથે આગળ વાહન નહિ ચાલીને સાથે રહેવાના મુવિંગ બંદોબસ્તનું સુકાન ક્રાઈમ બ્રાન્ચ અર્થાત્ ડીસીબી બ્રાન્ચના વડા પ્રેમવિરસિંહના માર્ગદર્શનમાં ડીસીપી ક્રાઈમ સહિતના અફસરો અને ટીમ સંભાળશે.

 રથયાત્રાના લાઈવ રેર્કોડિંગ માટે સીસીટીવી કેમેરા તમામ રુટ પર લગાડવામાં આવ્યા છે. ડીસીપી કન્ટ્રોલ ડો.હર્ષદ પટેલ ટીમ પોલીસ કન્ટ્રોલ અને જે તે પોલીસ મથકમાં કરવામાં આવશે. 'અકિલા' સાથેની વાતચીતના અંતે એડી.પોલીસ કમિશનર રાજેન્દ્ર અસારી દ્વારા લોકોને ઘેર બેસી અને લાઈવ દર્શન કરી સહકાર આપવા તથા કોરોના મહામારી માટે સરકાર દ્વારા લેવાયેલ સેફ્ટી માટે લેવાયેલ પગલાંઓમાં નાગરિક ધર્મ નિભાવવા ફરી અપીલ કરવામાં  આવી છે.

(1:01 pm IST)