Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

જગન્નાથજીની રથયાત્રા પહેલા યોજાઇ નેત્રોત્સવ વિધિ : જાણો કેમ ભગવાનની આંખે બાંધવામાં આવે છે પાટા ?

અમદાવાદ તા. ૧૦ : ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રાનું પર્વ જેમ જેમ નજીક આવી રહ્યું છે, તેમ તેમ ભકતોના હૈયામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે નેત્રોત્સવ વિધિ યોજાઈ છે.

અમદાવાદમાં આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા કોવિડ ગાઈડલાઈન સાથે યોજાવાની છે. તૈયારીઓ તડામાર ચાલી રહી છે અને સમગ્ર મંદિર રંગબેરંગી લાઈટોથી ઝગમગી રહ્યું છે. ત્યારે આજે કોવિડ નિયમોના પાલન સાથે ભગવાનની નેત્રોત્સવ વિધિ યોજાય છે.

ભગવાન જગન્નાથ રથયાત્રાના ૧૫ દિવસ પહેલા પોતાના મોસાળમાં જતા હોય છે, મોસાળમાં તેમની ભારે આગતાસ્વાગતા કરવામાં આવે છે. જેઠ માસની અમાસે મોસાળથી ભગવાન નિજ પરત આવે છે. મોસાળથી આવ્યા બાદ ભગવાન બીમાર થતા આંખો આવી જાય છે. જેથી તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે, આ સમગ્ર વિધિને નેત્રોત્સવની વિધિ કહેવામાં આવે છે.

હવે જયારે રથયાત્રને સરકારની મંજૂરી મળી ગઈ છે રથયાત્રાના આયોજની તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જો કે રથયાત્રાને લઈ પહેલાથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી હવે જયારે એની સત્ત્।ાવાર જાહેરાત કરવામાં આવી છે. જેના ભાગ રૂપે આગોતરી જાણકારી આપવામાં આવી છે. રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી નિજ મંદિર ખાતે આરતીમાં કરશે, ત્યારે બાદ સવારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સવારે મંગળા આરતીમાં ભાગ લેશે પહિંદવિધિ બાદ સવારે રથ નિજ મંદિરથી પ્રસ્થાન કરશે.

(3:04 pm IST)