Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

વડોદરા એસએસજી હોસ્‍પિટલા મેડિકલ કોલેજના 12 છાત્રો રસુલપુરમાં પિકીનકમાં ગયા બાદ નદીમાં ન્‍હાવા જતા 2 વિદ્યાર્થીઓના મોતઃ એકનો બચાવ

વડોદરા: સાવલીના લાંછનપુરા ગામે મહીસાગર નદીમાં વડોદરાથી ન્હાવા આવેલા બે તબીબી વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત થયા છે. વડોદરાનું ડોક્ટર વિદ્યાર્થીઓનું ગ્રુપ મહી નદીમાં ન્હાવા આવ્યા હતા, જે પૈકી એક વિદ્યાર્થીની અને એક વિદ્યાર્થીનું ડૂબી જતાં મોત નિપજ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાની એસએસજી હોસ્પિટલના મેડિકલ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા 12 વિદ્યાર્થીઓ રસૂલપુર ગામે પિકનિક કરવા ગયા હતા. વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ તેઓ નીકળ્યા હતા. જ્યાં તમામ વિદ્યાર્થીઓ નદીમાં ન્હાવા ગયા હતા. આ દરમિયાન નદીમાં પાણીનો પ્રવાહ વધી ગયો અને તેમાં ત્રણ વિદ્યાર્થીઓ પાણીમાં તણાયા હતા. બીજા અનેક વિદ્યાર્થીઓ પણ પાણીમાં ખેંચાયા હતા. પરંતુ પાણીમાં દૂર સુધી ગયેલા વિદ્યાર્થીઓ અમોડ ગોયલ અને સિદ્ધિ શાહનું પાણીમાં ડૂબી ગયા હતા. આ ઘટના બાદ અન્ય વિદ્યાર્થીઓએ તાત્કાલિક ગ્રામજનોને મદદ માટે બોલાવ્યા હતા. ગ્રામજનોએ બંને વિદ્યાર્થીઓના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યા હતા. તેમજ એક વિદ્યાર્થીનોજીવ ગામલોકોએ બચાવી લીધો હતો.

બંને ડૂબેલા યુવક યુવતીને વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. બંને મૃતક વિદ્યાર્થીઓ સુરત અને સુરેન્દ્રનગરના રહેવાસી છે, જેમના પરિવારજનોને તેમના મોત વિશે જાણ કરાઈ હતી.

(4:23 pm IST)