Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

સુરતના લીંબાયતમાં પિતરાઈ ભાઈના પ્રેમપ્રકારણમાં થયેલ ઝઘડામાં યુવાનની કરપીણ હત્યા થતા ચકચાર

સુરત: શહેર ના લીંબાયતની કૃષ્ણકુંજ સોસાયટીમાં ગુરુવારે મોડીરાત્રે પિતરાઈ ભાઈના પ્રેમપ્રકરણમાં થયેલા ઝઘડામાં દરમિયાનગીરી કરનાર યુવાનને તમાચો અને ઢીકમુક્કીનો માર મારી ધક્કો મારી ચાર યુવાનોએ હત્યા કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં ચારેયની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રના વતની અને સુરતમાં લીંબાયત ક્રિષ્નાનગર વિભાગ 1 સાળી સમાજની વાડી પાસે ગલી નં.1 ઘર નં.141 માં રહેતા 42 વર્ષીય મોહનભાઇ લીમ્બાભાઇ ગીરાસે હમાલીકામ કરે છે. તેમના ભત્રીજા તુષાર ઉર્ફે સેન્ડીયોને જે યુવતી સાથે પ્રેમસંબંધ છે તે યુવતી સાથે જીતુ દિલીપ પાટીલ પણ પ્રેમસંબંધ ધરાવે છે. આ મામલે તુષાર ઉર્ફે સેન્ડીયો અને જીતુ વચ્ચે વિખવાદ ચાલતો હોય ગતરાત્રે 11.30 વાગ્યે લીંબાયત ક્રૃષ્ણકુંજ સોસાયટી ગલી નં.2 પ્લોટ નં.138 ની સામે તુષાર તેના મિત્રો સાથે ઉભેલો હતો ત્યારે જીતુ તેના મિત્રો સમાધાન ઉર્ફે દાદા, વિશાલ તથા આશુ સાથે બે બાઈક પર ત્યાં આવ્યો હતો. જીતુ અને તેના મિત્રોએ તુષારને તુને મેરે બાઇક કા પંચર ક્યું કીયા કહી ગાળાગાળી કરી જીતુએ તુષારને આજ તેરે કો ખતમ કર દેનેકા હૈ કહી ગાલ ઉપર એક તમાચો માર્યો હતો.

(6:15 pm IST)