Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

વડોદરામાં પીવાનું પાણી ગટરનું મિક્સ થઈને આવતા લોકોની ફરિયાદથી મનપાની ટિમ કામગીરીમાં નિષ્ફ્ળ રહી

વડોદરા:શહેરમાં પીવાનું પાણી લાઈન લીકેજના કારણે ગટરના પાણી સાથે મિક્સ થઈને દુષિત મળતું હોવાની ફરિયાદો શહેરમાં ઘણા વિસ્તારોમાં વધી ગઈ છે .જેના કારણે પાણીજન્ય રોગચાળાના કેસો પણ વધ્યા છે .પાણીની લાઈનમાં બનતા લિકેજના ફોલ્ટ શોધીને તેનું રિપેરિંગ કરવામાં અને લાઇન લીકેજ ના બનાવો રોકવામાં કોર્પોરેશનનું  તંત્ર નિષ્ફળ ગયું છે .દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટરો ના જણાવ્યા મુજબ આ સમસ્યા દર વર્ષની છે. દર વખતે આરોગ્ય ખાતું એન્જિનિયરિંગ વિભાગને પાણીની લાઈન સંદર્ભે પત્ર લખે છે, પરંતુ તેના પર પૂરતું ધ્યાન દેવાતું નથી. 

આ વખતે પણ આવો એક પત્ર ખાતાના વડાઓને લખ્યું હોવાનું જાણવા મળે છે .જેમાં દૂષિત પાણીને કારણે કોલેરા, ગેસ્ટ્રો વગેરે ગંભીર બીમારીઓ અંગે રોગચાળાનો ભય વ્યક્ત કરીને સાવચેતીની કાર્યવાહી હાથ ધરવા અનુરોધ કર્યો છે. કેમકે છેલ્લા ઘણા દિવસોથી દૂષિત પાણીથી કોલેરા, ઝાડા ઉલ્ટીના કેસો જોવા મળી રહ્યા છે. શહેરના વાઘોડિયારોડ, માંજલપુર, અલવાનાકા, સમા, સલાટવાડા, નવીધરતી, ખોડીયાર નગર, યાકુતપુરા, મચ્છીપીઠ, મકરપુરા, સરસિયા તળાવ, તાંદલજા,તુલસીવાડી, ડભોઇ વાઘોડીયા રોડ, ફતેપુરા ,હાથીખાના વગેરે વિસ્તારોમાંથી આ કેસ આવ્યા હતા.

(6:20 pm IST)