Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

વડોદરા સ્થિત યુનાઇટેડ વે ઓફ બરોડાનું ઉમદા અભિયાન : કોરોના કાળમાં અનાથ થયેલા બાળકોના શિક્ષણની જવાબદારી ઉપાડી : છ જિલ્લામાંથી અરજીઓ મંગાવાઈ

વડોદરા સ્થિત યુનાઇટેડ વે ઓફ બરોડાએ ઉમદા અભિયાન હાથ ધર્યું છે. ‘મિશન શિક્ષા અભિયાન’ દ્વારા સંસ્થાએ કોરોનાકાળમાં માતા-પિતા ગુમાવનાર બાળકોના અભ્યાસની જવાબદારી ઉપાડી છે. આ અભિયાન હેઠળ વડોદરા જિલ્લો, ભરૂચ, આણંદ, છોટા ઉદેપુર, નર્મદા અને પંચમહાલ એમ 6 જિલ્લામાંથી બાળકો પાસે અરજીઓ મંગાવવામાં આવી છે.

(7:03 pm IST)