Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

ભારતીય જનતા પાર્ટી સાણંદ શહેર- તાલુકાની સંયુક્ત કારોબારી બેઠક યોજાઈ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : ભારતીય જનતા પાર્ટી સાણંદ શહેર અને તાલુકા ની સંયુક્ત કારોબારીની બેઠક સાણંદ નગરપાલિકા હોલ ખાતે યોજાઈ હતી. જેમાં મુખ્ય મહેમાન ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, જિલ્લાના મહામંત્રી સુરેશભાઈ પટેલ, અમદાવાદ જીલ્લા ઉપપ્રમુખ શૈલેશભાઈ દાવડા, અમદાવાદ જીલ્લા ઉપપ્રમુખ પ્રભુભાઈ કો.પટેલ, સાણંદ શહેર પ્રભારી લીનાબેન પટેલ, શહેર અને તાલુકા મંડલના પ્રમુખ, મહામંત્રી, સાણંદ શહેર-તાલુકાના સદસ્યો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત   વર્ષાબેન દોશી દ્વારા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. (તસવીર: ચિરાગ પટેલ - સાણંદ)

(7:35 pm IST)